Western Times News

Gujarati News

હવે ઈન્શ્યોરન્સ પોલિસી વોટ્‌સએપ પર ગણતરીની મિનિટોમાં મેળવી શકાશે

નવી દિલ્હી, હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સે ગ્રાહકોની સુવિધા માટે વોટ્‌સએપ સેવા શરૂ કરી છે. જેની મદદથી ગ્રાહકો ઘરે બેઠા માત્ર ગણતરીની ક્લિકમાં ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી શકશે. ગ્રાહકો વોટ્‌સએપની મદદથી ઈન્શ્યોરન્સ પોલિસી માટે દાવો પણ કરી શકે છે.

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સે ગ્રાહકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઘરેબેઠા ઈન્શ્યોરન્સ પોલિસી આપવા પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સુરક્ષિત રાખવાનો છે.

કંપનીએ જણાવ્યું કે, વોટ્‌સએપની મદદથી સ્ટાર હેલ્થના ગ્રાહકો એન્ડ ટૂ એન્ડનો લાભ મેળવી શકે છે. ગૃપ હેલ્થ, પર્સનલ એક્સિડન્ટ અને ઓવરસીઝ ટ્રાવેલ માટે સ્ટાર હેલ્થ રિટેઈલ ગૃપ ઈન્શ્યોરન્સ કવરેજ આપે છે. ભારતીય હેલ્થ ઈન્શ્યોરન્સ માર્કેટમાં સ્ટાર હેલ્થ રિટેઈલ ગ્રુપ ૧૫.૮ ટકા ભાગીદારી ધરાવે છે. કંપનીએ જણાવ્યું કે, આ સુવિધાનો લાભ મેળવવા માટે સ્ટાર હેલ્થના ગ્રાહકોએ વોટ્‌સએપ પરથી ૯૧ ૯૫૯૭૬ ૫૨૨૨૫ નંબર પર Hi લખીને મેસેજ કરવાનો હશે.

આ સેવાની મદદથી ગ્રાહક નવી પોલિસીની ખરીદી શકે છે. ગ્રાહકો કેશલેસ દાવો પણ ફાઈલ કરી શકે છે. ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર પોલિસી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકે છે.

વોટ્‌સએપની સાથે સાથે સ્ટાર હેલ્થના ગ્રાહકો કંપનીના ચેટ આસિસ્ટન્ટ- ટિ્‌વંકલ, કસ્ટમર કેર નંબર, એજન્ટ, અધિકૃત વેબસાઈટ, બ્રાન્ચ ઓફિસ અને સ્ટાર પાવર એપ્લિકેશનની મદદથી ઈન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરી શકે છે. આ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈન્શ્યોરન્સ કંપનીના ગ્રાહક ઘરે બેઠા પોલિસી ખરીદી શકે છે. સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ રોયે આ અંગે કેટલીક જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું કે, ભારતમાં વોટ્‌સએપનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર અમારું માનવું છે કે, આ પ્લેટફોર્મની ગ્રાહકોને યોગ્ય સેવા આપી શકાશે અને તેમની સાથે યોગ્ય રીતે જાેડાઈ શકીશું. આ પોલિસીની મદદથી અમે અમારા પોલિસીધારકો સાથે હંમેશા જાેડાયેલા રહીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.