Western Times News

Gujarati News

શ્રીલંકામાં ૭૦૦ રૂપિયે કિલો લીલા મરચાં થતા લોકો પરેશાન

નવી દિલ્હી, ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દેવાળું ફૂંકવાના આરે છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત આકાશને આંબી રહી છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાના Advocata Instituteએ મોંઘવારીને લઈને આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓની કિંમત એક મહિનામાં જ ૧૫ ટકા વધી છે. તેમાં વધારાનું સૌથી મોટું કારણ શાકભાજીની કિંમતમાં અત્યંત વધારો બતાવવામાં આવ્યું છે.

Advocata Institute™k Bath Curry Indicator દેશમાં રિટેઈલ વસ્તુઓની મોંઘવારીને લઈને આંકડા જાહેર કરે છે. BCIએ જણાવ્યું કે નવેમ્બર ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ની વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી ૧૫ ટકા વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. શ્રીલંકામાં ૧૦૦ ગ્રામ મરચાંની કિંમત જ્યાં ૧૮ રૂપિયા હતી. હવે તે વધીને ૭૧ રૂપિયા થઈ ગઈ છે. એેટલે એક કિલો મરચાંની કિંમત ૭૧૦ રૂપિયા થઈ ગઈ છે.

એક જ મહિનામાં મરચાંની કિંમત ૨૮૭ ટકાનો વધારો થયો છે. આજ રીતે રીંગણની કિંમતમાં ૫૧ ટકા, લાલ ડુંગળીની કિંમતમાં ૪૦ ટકા અને બીન્સ, ટામેટાની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થયો છે. લોકોને એક કિલો બટાકા માટે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. શ્રીલંકામાં આયાત ન થઈ શકતાં દૂધનો પાઉડર પણ ઘટી ગયો છે.

કુલ મળીને ૨૦૧૯ પછી આ કિંમત લગભગ બેગણી વધી ગઈ છે. અને ડિસેમ્બર ૨૦૨૦ની સરખામણીમાં ૩૭ ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ છે કે ચાર લોકોના સરેરાશ પરિવાર પર ડિસેમ્બર ૨૦૨૦માં ખાદ્ય પદાર્થો પર સાપ્તાહિક રીતે ૧૧૬૫ રૂપિયા ખર્ચ કર્યા હતા. અને હવે તેમને આટલા જ સામાન માટે ૧૫૯૩ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. વધતી મોંઘવારીના કારણે સામાન્ય લોકો પરેશાન છે અને લોકોને પેટ ભરાય તેટલું ખાવાનું પણ મળતું નથી.

એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે તેનો પરિવાર હવે ત્રણની જગ્યાએ બે ટંકનુ ભોજન જ મેળવી રહ્યો છે. તેના માટે ગાડીની લોન ચૂકવવી મુશ્કેલ બની છે. વિજળી, પાણી અને ખાવા-પીવાના ખર્ચ પછી કંઈ બચતું નથી કે ગાડીની લોન ભરી શકું. ખાવાના પદાર્થની વધી રહેલી કિંમતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક ઈમરજન્સી લાગુ કરી દીધી છે.

તે અંતર્ગત સેનાને અધિકાર આપવામાં આવ્યો છે કે તે સુનિશ્વિત કરે કે ખાવા-પીવાનો સામાન સામાન્ય લોકોને તે કિંમત પર મળે, જે સરકારે નક્કી કર્યું છે. શ્રીલંકાની આર્થિક બદહાલીના અનેક કારણ છે. જેમાં કોવિડ મહામારી, વધતો સરકારી ખર્ચ અને ટેક્સમાં ભારે ઘટાડાનો સમાવેશ થાય છે.

કોવિડે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને લગભગ નષ્ટ કરી દીધો છે. સરકારી ખજાનો ખાલી છે અને શ્રીલંકા પર વિદેશી દેવાનું ભારણ પણ સતત વધી રહ્યું છે. વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે કોવિડની શરૂઆતથી અત્યાર સુધી શ્રીલંકામાં પાંચ લાખ લોકો ગરીબી રેખાથી નીચે ચાલ્યા ગયા છે.

ડિસેમ્બરમાં ખાવાની વસ્તુઓ ૨૨.૧ ટકા મોંઘી થઈ ગઈ છે. એવામાં શ્રીલંકા નાદાર જાહેર થાય તો તેમાં આશ્વર્યની કોઈ વાત નથી. આ વાતન આશંકા શ્રીલંકાના વિપક્ષી સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષ ડિસિલ્વા જાહેર કરી ચૂક્યા છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી છે અને દેવું સતત વધી રહ્યું છે.

એવામાં શ્રીલંકા સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. શ્રીલંકાની કેન્દ્રીય બેંકના પૂર્વ ઉપ ગવર્નર વા વિજેવાર્દેનાએ કહ્યું કે શ્રીલંકાના ડિફોલ્ટર થવાનું સંપૂર્ણ જાેખમ છે અને આવું થયું તો તેના બહુ ખરાબ પરિણામ આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.