Western Times News

Gujarati News

હવે 1,000 Mbpsની સ્પીડ સાથે 700 સુધી ટીવી ચેનલ્સ + 300,000 કલાકથી વધારે OTTની મજા માણી શકાશે

NXTDIGITALએ સબસ્ક્રાઇબર્સ માટે એનું “કોમ્બો” પેકેજ પ્રસ્તુત કર્યું; ટીવી ચેનલ્સ + બ્રોડબેન્ડ + ઓટીટી સામેલ. ઉપરાંત એનું અદ્યતન એન્ડ્રાઇડ ડિવાઇઝ અને “લાઇવ” ટીવી સ્ટિક પ્રસ્તુત કરી

§  કંપનીએ એનું અદ્યતન એન્ડ્રોઇડ સેટ ટોપ બોક્ષ, NXTCONNECT પ્રસ્તુત કર્યું, જે ઓટીટી, ગેમ્સ, કરાઓકે અને ઘણું બધી સુવિધાઓ પૂરી પાડે છે. ઉપરાંત એની “લાઇવ” ટીવી સ્ટિક NXTGO 700 સુધી ટીવી ચેનલની સુલભતા આપે છે

§  આ સેવાઓ અત્યારે  હિંદુજા ગ્રૂપના મીડિયા વર્ટિકલ NXTDIGITAL અને INDIGITAL સબસ્ક્રાઇબર્સ માટે એક્સક્લૂઝિવ છે, કોમ્બો પેકેજની કિંમત દર મહિને રૂ. 409થી શરૂ થાય છે

ડિજિટલ કેબલ, સેટેલાઇટ (HITS), બ્રોડબેન્ડ, કન્ટેન્ટ સિન્ડિકેશન અને ટેલીશોપિંગમાં કામગીરી ધરાવતા હિંદુજા ગ્રૂપના મીડિયા વર્ટિકલ તથા ભારતની પ્રીમિયર ઇન્ટિગ્રેટેડ ડિજિટલ પ્લેટફોર્મ્સ કંપની NXTDIGITAL Limitedએ સમગ્ર ભારતમાં એના સબસ્ક્રાઇબર્સ માટે એનું “કોમ્બો” પેકેજ પ્રસ્તુત કર્યું છે. કોમ્બો પેક સાથે સબસ્ક્રાઇબર્સ 1,000 Mbpsની સ્પીડ સાથે 700 ટીવી ચેનલ્સ + 300,000 કલાક ઓટીટી કન્ટેન્ટ + બ્રોડબેન્ડની મજા માણી શકે છે.

પ્રાદેશિક પસંદગીનો પૂરી પાડવા કોમ્બો પેક્સમાં એમેઝોન પ્રાઇમ, સોની લિવ, ડિઝની+હોટસ્ટાર, ઝી5, વૂટ, સન NXT, શેમરુમી, એપિક-ઓન, હંગામા મ્યુઝિક, હંગામા પ્લે, ઇરોઝ નાઉ, અહા અને હોઇચોઈ સહિત અગ્રણી પ્લેટફોર્મ્સમાંથી પસંદગીની ઓટીટી કન્ટેન્ટ સામેલ હશે. આ એક્સક્લૂઝિવ કોમ્બો પેક્સ વિવિધ કિંમત ધરાવે છે, જેની શરૂઆત દર મહિને રૂ. 409થી થાય છે. સબસ્ક્રાઇબર્સ ઓટીટી સેવાઓ કે મનોરંજન મોબાઇલ ફોન, ટેબ્લેટ, લેપ્ટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટ ટીવી જેવા હાલના ઉપકરણો પર માણી શકશે.

હાલના સબસ્ક્રાઇબર્સ નવા પ્રસ્તુત થયા અદ્યતન એન્ડ્રોઇડ સેટ ટોપ બોક્ષ (STB)માં અપગ્રેડ પણ થઈ શકે છે. 8GB સ્ટોરેજ સાથે NXTCONNECT સબસ્ક્રાઇબર્સને તેમના સ્ટાન્ડર્ડ ટીવી સેટને “સ્માર્ટ” ટીવીમાં અપગ્રેડ થવાની સુવિધા આપે છે, જેથી ઓટીટી ઉપરાંત એન્ડ્રોઇડની અનેક એપ્લિકેશન સુલભ થાય છે, જેમાં કરાઓકેથી લઈને ગેમ્સની રેન્જ સામેલ છે.

હાલના સ્માર્ટ ટીવી માટે NXTDIGITALએ એની “લાઇવ” ટીવી સ્ટિક NXTGO પ્રસ્તુત કરી છે, જે સબસ્ક્રાઇબર્સને 700 ટીવી ચેનલ સુધીની સુલભતા આપી શકે છે. બંને ઉપકરણો સંયુક્ત પ્રારંભિક કિંમત રૂ. 1,499માં ઉપલબ્ધ છે, જેમાં ઓટીટી પેકેજનું 1-મહિનાનું સબસ્ક્રિપ્શન સામેલ છે.

NXTDIGITALના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વિન્સ્લે ફર્નાન્ડિઝે કહ્યું હતું કે, “કોમ્બો પેકેજ, અદ્યતન એન્ડ્રોઇડ STB અને ‘લાઇવ’ ટીવી સ્ટિકની પ્રસ્તુતિ અમારી ઉપભોક્તાની કન્ટેન્ટ ઉપભોગની બદલાતી પેટર્નને સ્વીકારવાની ચપળતા અને વિકસતી ટેકનોલોજીઓ પર અમારું ધ્યાન કેન્દ્રિત હોવાની બાબતને પ્રતિબિંબિત કરે છે. કોમ્બો પેકેજ અમારા સબસ્ક્રાઇબર્સને ટેલીવિઝન, ઓટીટી અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સરળતાપૂર્વક અને ઓન-ડિમાન્ડ સુલભતા આપવા સિંગલ વિન્ડો છે.”

NXTDIGITALએ સમગ્ર ભારતમાં એના સબસ્ક્રાઇબર્સને કોમ્બો પેકેજીસ અને ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યાં છે તથા કોઈ પણ વિસ્તારમાં એના ગ્રાહકોને લેટેસ્ટ ડિજિટલ સોલ્યુશન્સની સુલભતા મળે એ સુનિશ્ચિત કરવા એના પ્લેટફોર્મ પર વધારે કન્ટેન્ટ અને સેવાઓ ઉમેરવા કામ કરે છે. કોમ્બો પ્રોડક્ટ સમગ્ર દેશમાં એની માલિકીની અને  સંચાલિત NXTHUBs દ્વારા ઓફર થતાં સોલ્યુશનનો ભાગ બનશે, જે ગયા વર્ષે શરૂ થયું હતું તથા પ્લગ-એન્ડ-પ્લે મોડલ પર ટેલીવિઝન અને બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.