કોર્સ5 ઇન્ટેલિજન્સે રૂ. 600 કરોડના આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું
સંપૂર્ણપણે ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સ લિમિટેડએ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કોર્સ5 ઇન્ટેલિજન્સ ભારતમાં સંપૂર્ણ ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપનીઓ પૈકીની એક છે, જેણે રૂ. 600 કરોડના ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત (“ઓફર”) રજૂ કરી છે. આ દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)ની ફેસ વેલ્યુ રૂ. 5 છે.
ઓફરમાં રૂ. 300 કરોડના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને રૂ. 300 કરોડના ઇક્વિટી શેરના વેચાણની ઓફર (ઓએફએસ) સામેલ છે. ઓએફએસમાં રૂ. 32.5 કરોડના અશ્વિન રમેશ મિત્તલના ઇક્વિટી શેર, રૂ. 40 કરોડના રિદ્ધિમિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ઇક્વિટી શેર, રૂ. 40 કરોડના રિદ્ધિમિક ટેકનોસર્વ એલએલપીના ઇક્વિટી શેર, રૂ. 112.5 કરોડના એએમ ફેમિલી પ્રાઇવેટ ટ્રસ્ટના ઇક્વિટી શેર
(“પ્રમોટર વિક્રેતા શેરધારકો”) અને રૂ. 75 કરોડના કુમાર કાંતિલાલ મહેતાના ઇક્વિટી શેર (“અન્ય વિક્રેતા શેરધારક” અને પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) સામેલ છે (“ઓફરફોરસેલ”). કંપની અશ્વિન રમેશ મિત્તલ, રિદ્ધિમિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, રિદ્ધિમિક ટેકનોસર્વ એલએલપી અને એએમ ફેમિલી પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા પ્રમોટેડ છે.
કંપની આરઓસી સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કરતાં અગાઉ રૂ. 60 કરોડ સુધીના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટનો વિચાર કરી શકે છે. જો આ પ્રકારનું પ્લેસમેન્ટ થશે, તો ફ્રેશ ઇશ્યૂની સાઇઝ આ પ્રકારના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટની હદ સુધી ઘટશે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જે મુજબઃ ઇનઓર્ગેનિક વૃદ્ધિની પહેલો (રૂ. 75 કરોડ), કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો (રૂ. 70 કરોડ), પ્રોડક્ટ અને આઇપી પહેલો (રૂ. 50 કરોડ), ભૌગોલિક કામગીરી વધારવા (રૂ. 30 કરોડ) અને સાધારણ કોર્પોરેટ કામગીરી માટે ફંડનો ઉપયોગ સામેલ છે.