શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સે સેબીમાં DRHP ફાઇલ કર્યું
પેકેજ્ડ ઓર્ગેનિક ફૂડ સેગમેન્ટમાં સૌથી મોટા બ્રાન્ડ ‘24 મંત્રા’ ની માલિકી ધરાવતી શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડએ ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) મારફતે ફંડ ઊભું કરવા મૂડીબજાર નિયમનકાર સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.
હૈદરાબાદની ઓર્ગેનિક ફૂડ કંપનીનો આઇપીઓમાં ₹50 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 70.3 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છેઃ કંપનીની કાર્યકારી મૂડીને ફંડ પૂરું પાડવા, કંપનીએ લીધેલા ચોક્કસ બાકી નીકળતી અનસીક્યોર્ડ/સીક્યોર્ડ લોનની સંપૂર્ણ કે આંશિક પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી કરવા અને સાધારણ કોર્પોરેટ કામગીરી માટે.
વર્ષ 2004માં એના પ્રમોટર્સ પૈકીના એક અને કંપનીના એમડી રાજશેખર રેડ્ડી સીલમ દ્વારા સ્થાપિત શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ ઓર્ગેનિક ફૂડ ઉત્પાદનોની ખરીદી કરવાના, પ્રોસેસિંગ કરવાના, ઉત્પાદન, માર્કેટિંગ તથા સંશોધન અને વિકાસની કામગીરીમાં સંકળાયેલી છે. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ કંપની કુલ 34 દેશોમાં કામગીરી ધરાવે છે.
ટેકનોપેકના રિપોર્ટ મુજબ, શ્રેષ્ટા અમેરિકામાં 39 રાજ્યોમાં ઇન્ડિયન એથનિક સ્ટોર્સ અને મેઇનસ્ટ્રીમ સ્ટોર્સમાં કામગીરી સાથે અગ્રણી ભારતીય ઓર્ગેનિક ફૂડ બ્રાન્ડ્સ પૈકીની એક પણ છે.