Western Times News

Gujarati News

ટેકનોએ 5000મેગા હર્ટઝ બેટરી ધરાવતી પોપ 5 સીરિઝ લોન્ચ કરી,

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ ઉદ્યોગમાં લીડર અને પરિવર્તનકારક તરીકે એક વાર ફરી સ્થાન મેળવ્યું છે તથા એની ‘પોપ સીરિઝ’પોર્ટફોલિયો અંતર્ગત લેટેસ્ટ પ્રોડક્ટ પોપ 5 LTEપ્રસ્તુત કરી છે.

સેગમેન્ટમાં સૌપ્રથમ ખાસિયતો જેવી કે 6.52 ડોટ-નોચ ડિસ્પ્લે, 5000 મેગા બેટરી, 8 મેગા પીક્સલ ડ્યુઅલ રિઅર કેમેરાસાથે સજ્જ પોપ 5 દ્વારા પાવર્ડ છે, જે એન્ડ્રોઇડ 11 ગો પર આધારિત છે. ઉપરાંત સ્માર્ટફોન વિવિધ સ્માર્ટ ખાસિયતો ધરાવે છે,

અત્યારે યુવા પેઢી ઝડપમાં માને છે અને તેઓ જીવનની દરેક રેસમાં મોખરે રહેવા ઇચ્છે છે. આ જ જુસ્સા સાથે પોપ 5ની ડિઝાઇન દેશની યુવા પેઢીને જીવનમાં મોખરે રહેવામાં મદદરૂપ થાય એ માટે ડિઝાઇન કરેલો છે. જ્યારે પોપ સીરિઝના સ્માર્ટફોન તેમની સંપૂર્ણ ક્ષમતાઓ, ખાસ કરીને ડિસ્પ્લે, કેમેરા અને બેટરી માટે જાણીતા છે, જે તેમના હરિફો સામે સ્માર્ટફોનને વધારાનો લાભ આપે છે, ત્યારે પોપ 5 સંપૂર્ણ નવા સ્તરે વેલ્યુ ફોર મની (એટલે કે નાણાં સામે મૂલ્ય) વધારે છે. પોપ 5 એલટીઈની પ્રસ્તુતિ સાથે ટેકનોએ 5,000થી 10,000ના સેગમેન્ટમાં ઉદ્યોગમાં લીડર તરીકે એની પોઝિશન વધારે મજબૂત કરી છે.

આ અંગે ટ્રાન્સસિઓન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તલપાત્રાએ કહ્યું હતું કે, ‘અમે ટેકનોમાં લોકો માટે પ્રીમિયમ ટેકનોલોજી સર્વસુલભ કરવા અને હાલ ટેક તફાવતને ભરવા સતત પ્રયાસરત છીએ. પોપસીરિઝ સાથે અમારું વિઝન સ્માર્ટફોન્સ પર ધ્યાન જાળવી રાખવાનું છે, જે ઉદ્યોગમાં પરિવર્તનકારક કિંમતો પર શ્રેષ્ઠ ખાસિયતો આપી શકે છે. લેટેસ્ટ પોપ 5  સીરિઝ જનરેશન ઝેડની હાલની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. અમને ખાતરી છે કે, સંપૂર્ણપણે નવો પોપ 5 LTE બજારમાં આવવાની સાથે અમે ભારતના આકાંક્ષી યુવાનોની સ્માર્ટફોનની જરૂરિયાતો સફળતાપૂર્વક પૂરી કરીશું.’

ટેકનો પોપ 5 LTE મોટી 6.52 HD+ ડોટ-નોચ ડિસ્પ્લે ધરાવે છે, જે વ્યવહારિક છે. 480નિટ્સ મહત્તમ બ્રાઇટનેસ સાથે સ્ક્રીન સ્પષ્ટપણે સૂર્યપ્રકાશમાં દેખાય છે. 90.0% સ્ક્રીન ટૂ બોડી રેશિયો તમને લગભગ બેઝેલ-લેસ અનુભવ આપે છે.

મહત્તમ અલ્ટ્રા પાવર સેવિંગ મોડ સાથે 5000mAh પાવરફૂલ બેટરી

પોપ5LTE પાવરફૂલ 5000mAh બેટરી ઓફર કરે છે, જે સિંગલ ચાર્જ પર લાંબા સમય સુધી સ્માર્ટફોનનો સતત અનુભવ આપે છે. આ મહત્તમ પાવર-સેવિંગ મોડ ધરાવે છે, જે તમને બેટરી બેકઅપમાં તેને વધારે અદ્યતન બનાવે છે. આ મોટી બેટરી 31 દિવસનો લાંબો સ્ટેન્ડબાય ટાઇમ, 115 કલાક મ્યુઝિક પ્લેબેક અને 18 કલાકનો કોલિંગ ટાઇમની સુવિધા આપે છે.

સેગમેન્ટમાં પથપ્રદર્શક 8MP હાઈ ડેફિનિશન રિઝોલ્યુશન કેમેરા

પોપ 5 LTEF2.0 એપેર્ચર સાથે 8MP AI ડ્યુઅલ રિઅર કેમેરા સાથે સજ્જ હશે. આ AI બ્યૂટી, AI પોર્ટ્રેટ, 1080P વીડિયો, HDR ફિલ્ટર્સ, 16 AI સીન ડિટેક્શન, 4X ઝૂમ અને ડ્યુઅલ ફ્લેશલાઇટ જેવી વિવિધ વ્યવસાયિક ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની સુવિધા આપે છે. સેલ્ફી કેમેરા એડજસ્ટેબલ બ્રાઇટનેસના ફીચર સહિત માઇક્રો સ્લિટ ફ્લેશલાઇટ સાથે F2.0 એપેર્ચર સાથે 5MP છે.

નવી સ્ટાઇલિશ ડિઝાઇન સાથે તમારી સ્ટાઇલ વ્યક્ત કરો

અત્યારે સ્માર્ટફોન તમારા વ્યક્તિત્વનું એક્ષ્ટેન્શન છે. પોપ 5 LTEની યુવા-કેન્દ્રિત ડિઝાઇન સ્માર્ટફોનને અલગ બનાવે છે. આ બોલ્ડ, આકર્ષક અને સ્ટાઇલિશ છે. ફોન વિઝ્યુઅલ લાઇટ રિફ્લેક્શન્સ સાથે ગ્લોસી ફિનિશ, મોટો અને બોલ્ડ બ્રાન્ડ લોગો ધરાવે છે.

સેગમેન્ટમાં અન્ય પથપ્રદર્શક ખાસિયતો

IPX2સ્પ્લાશ રેસિસ્ટન્ટઃ 15° ખૂણા કે એનાથી ઓછા ખૂણા પર પ્રોડક્ટને ગરમ કરે એવા પાણીનો અવરોધ કરી શકે છે

પ્રાદેશિક ભાષા 14 ભાષાઓમાં સપોર્ટ કરે છેઃ ફોન પ્રાદેશિક ભાષામાં સપોર્ટ ઓફર કરે છે, જે તમારા સંવાદને સરળ બનાવશે

120Hz ટચ સેમ્પ્લિંગ રેટઃ યુઝરને સતત અને સરળ અનુભવ આપવા સ્માર્ટફોન 120Hz ટચ સેમ્પ્લિંગ રેટ ધરાવે છે.

આ તમામHiOS 7.6 આધારિત એન્ડ્રોઇડ 11 ગો પર આધારિત છે, જે વોલ્ટ 2.0, સ્માર્ટ પેનલ 2.0, કિડ્સ મોડ, સોશિયલ, ટર્બો, ડાર્ક થીમ્સ, પેરેન્ટલ કન્ટ્રોલ, ડિજિટલ વેલબીઇંગ, જેસ્ચર કોલ પિકર અને ઘણી વધારે સ્થાનિક ખાસિયતો સાથે લેટેસ્ટ એન્ડ્રોઇડ છે, જે પોપ 5 જનરેશન ઝેડ માટે 7Kથી નીચેના સેગમેન્ટ માટે આદર્શ ખરીદી બનાવે છે. ફોન 2GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે, જે SD કાર્ડ સ્લોટ મારફતે 256GB સુધી એક્ષ્પાન્ડ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.