Western Times News

Gujarati News

ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સે ગુજરાતમાં 9 નવી ડિજિટલ શાખાઓ ખોલી

ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓ પૈકીની એક ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ લાઇફ)એ સમગ્ર ગુજરાત રાજ્યમાં એની વિતરણની પહોંચ વધારવા 9 નવી શાખાઓ ઉમેરી છે. આ વિસ્તરણ મારફતે વીમાકંપનીએ અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, પાલનપુર, રાજકોટ, પોરબંદર, મોરબી અને અમરેલી

જેવા 9 મહત્વપૂર્ણ કેન્દ્રોમાં એની પહોંચમાં મહત્વપૂર્ણ વધારો કરશે. જ્યારે વીમાકંપની હાલ દેશમાં 25 રાજ્યો અને 247 શહેરોમાં 314 શાખાઓ ધરાવે છે, ત્યારે એજન્સી, બ્રોકિંગ, બેંકાશ્યોરન્સ, આસિસ્ટેડ ખરીદી અને ઓનલાઇન સ્પેસમાં મજબૂત કામગીરી ધરાવે છે.

આ પગલું ટાટા એઆઇએ લાઇફની વિતરણ કામગીરી તેમજ કસ્ટમર કનેક્ટ પોઇન્ટ વધારવાની વ્યવસાયિક વૃદ્ધિની વ્યૂહરચનાનો ભાગ છે તેમજ ગુજરાતના રાજ્યમાં જીવન વીમાની પહોંચ વધારવા ઉદ્યોગના પ્રયાસોમાં પ્રદાન કરશે. આ વિસ્તરણ નોંધપાત્ર વૃદ્ધિમાં પ્રદાન કરશે એવી અપેક્ષા છે.

દરેક શાખા ડિજિટલ સોલ્યુશન્સ સાથે સક્ષમ છે તથા કોન્ટેક્ટલેસ કસ્ટમર સર્વિસ અને પેપરલેસ કામગીરીની સુવિધા આપવાની પ્રક્રિયા સાથે સજ્જ છે. ગ્રાહકો વીડિયો કોલ મારફતે શાખાના અધિકારો સાથે સંવાદ કરી શકે છે અથવા જો શાખાની મુલાકાત લે, તો તેમને જરૂરી હોય એવા સેવાઓ અને પ્રશ્રોનું સમાધાન મેળવવા સેલ્ફ-સર્વિસ ડિજિટલ કિઓસ્કનો લાભ લઈ શકે છે. ફિઝિકલ શાખાઓનું આ પ્રકારનું ડિજિટાઇઝેશન ફિઝિકલ ડિસ્ટન્સની આચારસંહિતા જાળવવામાં પણ મદદરૂપ થશે.

આ પ્રસંગે ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવીન તહિલ્યાનીએ કહ્યું હતું કે,“વધુને વધુ ઉપભોક્તાઓ અત્યારે વીમા અને બચતલક્ષી સમાધાનોની જરૂરિયાતો અનુભવી રહ્યાં છે, કારણ કે આપણે પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.

આ સ્થિતિ સંજોગો વચ્ચે અમે ટાટા એઆઇએમાં એ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે અમે વિવિધ પદ્ધતિઓ મારફતે, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સુવિધાજનક સ્થાનોમાં શાખાઓ મારફતે ગ્રાહકોને સેવા આપી શકીએ. આ શાખાઓ ડિજિટલી સક્ષમ હોવાની

બાબતને ધ્યાનમાં રાખીએ તો આ શાખાઓ અમને યુવાન ઉપભોક્તાઓની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવાની સુવિધા આપશે, ત્યારે જીવન વીમાની પહોંચ વધારવાના તથા સતત મહામારીના સંબંધમાં સલામતીની આચારસંહિતા અને પ્રક્રિયાઓ જાળવવા સરકારના પ્રયાસોને ટેકો પણ આપશે.”

 

 

ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ એજન્સી ઓફિસર અમિત દવેએ ઉમેર્યું હતું કે, “ડિજિટલ સક્ષમ શાખાઓ એવા સ્થાનોમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં અમે હાલ એજન્સી વિતરણ માળખું ધરાવતા નથી. આ અમને અમારી પહોંચ વધારવા તથા આ બજારોમાં સ્થાનિક લોકોને અમારા વીમા અને બચત સમાધાનો ઓફર કરવા સક્ષમ બનાવશે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પગલું ગુજરાત રાજ્યમાં કારકિર્દી તરીકે જીવન વીમા એજન્સી અપનાવવા આતુર લોકો માટે તકોમાં નોંધપાત્ર વધારા તરફ દોરી જશે, જેઓ પેરોલ પર કર્મચારીઓ બનશે તથા ડિજિટલી સક્ષમ અને અતિ તાલીમબદ્ધ જીવન વીમા સલાહકારોને બોર્ડ પર લેવાથી તેઓ પરોક્ષ રીતે રોજગારી મેળવશે.”

હેલ્થ અને જીવન વીમા એમ બંનેને આવરી લેતું સંપૂર્ણ વીમાકવચ માટેની જરૂરિયાત સતત વધી રહી છે, જે માટે હાલ મહામારી વચ્ચે એની જરૂરિયાત અને જાગૃતિમાં વધારો જવાબદાર છે. વીમાના સમાધાનો પ્રત્યે ઉપભોક્તાની ધારણા અને અભિગમમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જે નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવાની અને તબીબી કટોકટી સાથે સંકળાયેલા ખર્ચનું વ્યવસ્થાપન કરવાની જરૂરિયાતથી સંચાલિત છે. મહામારીના ગાળામાં કુટુંબની આવશ્યક ખર્ચ અને બચતની સામે વિવેકાધિન ખર્ચ માટેની ફાળવણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રીતે ઉપભોક્તાઓ આવશ્યક જરૂરિયાતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે અને પસંદગીની નાણાકીય અસ્કયામત તરીકે જીવન વીમાયોજનાઓમાં વધારે રોકાણ કરવા પ્રેરિત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.