ગુજરાત વિદ્યાપીઠમાં ગંદકીઃ ૭પ વિદ્યાર્થીઓ રોગનો ભોગ બન્યા
૭પ વિદ્યાર્થીઓ રોગનો ભોગ બન્યા : દિવસો સુધી પાણીના કુલર સાફ થયા નથીઃ હોસ્ટેલમાં ફાયર સેફટીના સાધનો તથા પ્રાથમિક સારવાર માટે સગવડ નહીં હોવાની વિદ્યાર્થીઓની ફરીયાદ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના પગલે ઠેરઠેર ગંદકીના ઢગ જાવા મળી રહયા છે જેના પરિણામે રોગચાળો પણ વકર્યો છે શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે બીજીબાજુ કોર્પોરેશન તંત્ર દ્વારા સબ સલામતના દાવા પોકારવામાં આવી રહયા છે આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં મહાત્મા ગાંધીજીના નામ સાથે જાડાયેલી ગુજરાત વિદ્યાપીઠ શૈક્ષણિક સંસ્થામાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગંદકીના કારણે બીમાર પડી જતાં ભારે હોબાળો મચ્યો છે આ મુદ્દે વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી ગયા છે અને સંચાલકોને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગંદકી દુર કરવાની માંગણી કરતા જ વિદ્યાપીઠના સંચાલકો સફાળા જાગ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ઈન્કમટેક્ષ વિસ્તારમાં આવેલી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ સાથે જાડાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક પ્રવૃતિઓ ચાલી રહી છે રાજયભરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાપીઠમાં હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે અને અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર રસ્તાઓ તુટી ગયા છે અને કાદવ કીચડ જાવા મળી રહયો છે આ પરિસ્થિતિમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતનો રોગચાળો ફેલાઈ રહયો છે. સિવિલ હોસ્પિટલમાંના કેટલાક ડોકટરો પણ બીમારીમાં સપડાયા છે જેના પરિણામે આરોગ્ય સેવા કથળતી હોય તેવી
પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાનમાં ગુજરાત વિદ્યાપીઠમાં પણ રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિમા સ્થતિનું નિર્માણ થયું છે.
સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો. પરંતુ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં ઠેર ઠેર ગંદકી જાવા મળી રહી છે. પાણીના કૂલરો પણ નિયમિત રીતે સાફ થતા નથી. તેમજ પ્રાથમિક સારવારના સાધનો તથા ફાયર સેફટીના સાધનો પણ હોસ્ટેલમાં નથી.
આ બધા મુદાને વિદ્યાપીઠના સતાધીશો ગંભીરતાથી ન લેતાં ત્યાં પણ ઘણા વિદ્યાર્થીઓ બિમારીના ભોગ બન્યા છે.
ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએે આ અંગે ઘણીવખત ફરીયાદના રૂપે સતાધીશો સમક્ષ રજુઆત કરવા છતાં સતાધીશોએ ફરીયાદો ધ્યાનમાં ન લેતા પરિણામે આજે ગુજરાત વિદ્યાપીઠના ૭પ જેટલા વિદ્યાર્થીઓ બિમારીનો ભોગ બન્યાના સમાચાર છે.
ગુજરાત વિદ્યાપીઠના સતાધીશો આ સમસ્યાઓનો ઉકેલ જલ્દી નહીં લાવે તો ગાંધી ચિંંધ્યા માર્ગેે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.