આર્ટસ અને કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા માં તારીખ ૧૧- ૧ -૨૦૨૨ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલોલ ના સહયોગથી આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ મહોત્સવની ઉજવણી અંતર્ગત વેક્સીનેસન કાર્યક્રમ કરાયો હતો.
કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કોરોના મહામારી ના આ સમયમાં સુરક્ષિત મારો દેશ સુરક્ષિત નું સૂત્ર સાકાર કરવાનો પ્રયાસ કરાયો જેમાં કોલેજના ૩૪૬ વિદ્યાર્થીઓએ વેક્સીનેસન કરાવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના કા. આચાર્યશ્રી ડૉ. વિ.સી. નિનામા એ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સુરક્ષા પોતાની સુરક્ષાનું ધ્યાન લગતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. ટી. એચ.ઓ. આર. ડી. ગોસ્વામી ના માર્ગદર્શન તળે કલોલ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલભાઈ ડામોર તથા સુપરવાઇઝર ચંપકભાઈ બેગડીયા દ્વારા તથા કૉલેજ ના જીગરભાઈ ખરાડી, પ્રા. ડૉ. જે.ડી. પટેલ તથા પ્રાધ્યાપક ડૉ. જે.એસ.રાઠવા દ્વારા સંચાલન કરાયું હતુ.*