Western Times News

Gujarati News

નર્મદા કેનાલના દરવાજા ખોલી દેતા ખેતરોમાં પાણી

પાટણ, એક તરફ નર્મદા કેનાલ કેટલાક ખેડૂતો માટે વરદાન રૂપ બની છે તો આ કેનાલને કારણે અનેક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં હવામાનમાં પણ પરિવર્તન આવ્યું છે અને માવઠું પડી રહ્યું છે. અવારનવાર સીઝનમાં આવતા ફેરફારને લઈને ખેડૂત પરેશાન છે. તો હવે રાધનપુર તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલને લઈને મુશ્કેલીમાં મુકાવાનો વારો આપ્યો છે.

રાધનપુર તાલુકામાં અવાર નવાર કેનાલોના પાપે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આપ્યો છે. આજે રાધનપુરના સાતૂન ગામ નજીક પસાર થતી નર્મદા નહેરનો બિનજરૂરી ગેટ ખોલી દેવામાં આવતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે.

સાતુન ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની નહેરમાં અવાર નવાર ગેટના પાપે ખેતરમાં વાવેલ પાકમાં વારંવાર નુકસાની વેઠવાનો વારો આવે છે. જે અંગે ખેડૂત ને પુછાતા તેમણે જણાવ્યું હતું કે અમારા ખેતર નજીકથી નર્મદાની નહેર પસાર થાય છે. પણ તેમની બેદરકારીને કારણે બે-બે વાર પાક વાવણી કરેલ નિષ્ફળ જવા પામી છે. તાજેતરમાં જે નહેરમાંથી પાણી ઓવર ફ્લો થયું તેને લઇ આસપાસમાં આવેલા ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.