Western Times News

Gujarati News

યેઝદી મોટરસાયકલ ત્રણ નવા મોડલ સાથે લોન્ચ થશે

ક્લાસિક લિજેન્ડ્સની હાલના ડિલરશિપ નેટવર્કમાં જાવા મોટરસાયકલની સાથે વેચાણ થશે

મુંબઈ, લિજેન્ડરી યેઝદીનું પુનરાગમન થયું છે અને કેવી રીતે! મોટરસાયકલનું બ્રાન્ડ નેમ સાહસ, રોમાંચ અને જુસ્સાનો પર્યાય છે, જેનું જૂની અને નવી એમ બંને પેઢીઓના સવારો માટે એકસમાન રીતે પુનરાગમન થયું છે. આજે ક્લાસિક લિજેન્ડ્સને યેઝદીના ત્રણ સંપૂર્ણપણે નવા મોડલ પ્રસ્તુત કરવાની જાહેરાત પર ગર્વ થાય છે. #Yezdi is back! The new #YezdiRoadster  Scrambler and Adventure motorcycles have been launched in India. Prices of these motorcycles start at Rs 1.98 lakh and they go up to Rs 2.18 lakh, ex-showroom.

 સંપૂર્ણપણે નવા યેઝદી એડવેન્ચર, સ્ક્રેમ્બ્લર અને રોડસ્ટર વિશિષ્ટ અને પ્રભાવશાળી છે, પણ તેનું હાર્દ એકસમાન છે. આ ત્રણ મોડલ બ્રાન્ડની વિશિષ્ટ લાક્ષણિકતાનું પ્રતીક છે અને તે દરેક વિશેષતા ધરાવે છે, જેના માટે યેઝદી આગવી ઓળખ ધરાવે છે. યેઝદી મોટરસાયકલની નવી રેન્જ ક્લાસિક લિજેન્ડ્સના સંપૂર્ણ ડિલરશિપ નેટવર્કમાં ઉપલબ્ધ છે,

જે ભારતમાં જાવા મોટરસાયકલનું રિટેલિંગ કરે છે. આ ડિલરશિપમાં મોટરસાયકલપ્રેમીઓ યેઝદીના ત્રણે મોડલ જોઈ શકે છે, ટેસ્ટ રાઇડ લઈ શકે છે, બુકિંગ કરાવી શકે છે અને આજથી ડિલિવર પણ શરૂ થશે. ગ્રાહકો ફક્ત રૂ. 5,000ની બુકિંગ રકમ સાથે www.yezdi.comપર તમારા મનપસંદ યેઝદી મોડલનું ઓનલાઇન બુકિંગ કરાવવાનો વિકલ્પ પણ ધરાવશે.

 આધુનિક ટેકનોલોજી અને રેટ્રો સ્ટાઇલિંગનો સમન્વય સાથે યેઝદી મોટરસાયકલ્સની નવી જનરેશન લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, DOHC સિંગલ સીલિન્ડર એન્જિન ડિસ્પ્લેસિંગ 334ccદ્વારા પાવર છે, પણ મોટરસાયકલમાં સ્થાપિત એન્જિનને અનુરૂપ અલગ-અલગ પ્રભાવ પેદા કરે છે (વિગતનો ઉલ્લેખ પાછળ કરવામાં આવ્યો છે).

એડવેન્ચરની રેન્જ રૂ. 2,09,900થી, સ્કેમ્બ્લરની રેન્જ રૂ. 2,04,900 અને રોડસ્ટર રેન્જ રૂ. 1,98,142થી શરૂ થાય છે – આ તમામ કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હી છે.

યેઝદીના નવા મોટરસાયકલ પર ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ કહ્યું હતું કે, દરરોજ આઇકોનિક મોટરસાયકલનું પુનરાગમન થતું નથી અને તેની ઉજવણી કરવાની તમને તક મળતી નથી. યેઝદી જેવા લિજેન્ડની વાત અલગ છે. જ્યારે એના ચાહક સમુદાયે એના જુસ્સાને જાળવી રાખ્યો  હતો અને દરેક રાઇડરના મનમસ્તિષ્કમાં તેની યાદ જળવાયેલી રહી હતી, ત્યારે ભારતીય માર્ગો પર એનું પુનરાગમન અવિશ્વસનિય છે.

અમે વારસો ધરાવીએ છીએ, પણ હવે અમે અમારી પોતાની રેન્જ બનાવીશું. એક મોટરસાયકલિસ્ટ તરીકે આ લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષણ છે. બ્રાન્ડના કસ્ટોડિયન તરીકે અમે સુનિશ્ચિત કર્યું છે કે, અમે આ નવા અવતારોમાં યેઝદીના અને યેઝદી રાઇડરના હાર્દને જાળવી રાખ્યું છે.

મને ખાતરી છે કે, યેઝદીનો દરેક પ્રેમી પેશન સાથે ડિઝાઇન અને ઉદ્દેશ માટે ઇજનેરીને અનુભવશે, જે તમને આ મોટરસાયકલ અને મોટરસાયકલિંગના પ્રેમમાં ફરી ગળાડૂબ કરશે!”

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક બોમન ઇરાનીએ ઉમેર્યું હતું કે,યેઝદી બ્રાન્ડનો સંબંધ મોટરસાયકલપ્રેમીઓ સાથે લાગણીનો છે, જેની સાથે તેમના જીવનની યાદગાર ક્ષણો જોડાયેલી છે. એનાથી જ બ્રાન્ડની યાદ મોટરસાયકલપ્રેમીઓના હૃદયમાં જીવંત રહી છે અને ભવિષ્ય માટે અમે એના પર જ અમે બ્રાન્ડનું મજબૂત પુનરાગમન કરવા ઇચ્છીએ છીએ.

યેઝદીના નવા મોટરસાયકલ એક મોટરસાયકલ હોવાની સાથે જીવનની એક રીત પણ છે. તેઓ રાઇડરો માટે બહાર ફરવા, વધારે યાદગાર ક્ષણોનું સર્જન કરવા અને એની સાથે સાથે વિશિષ્ટ આનંદ મેળવવાનું માધ્યમ છે. આ સતત ચાલતું સાહસ છે, જે હંમેશા નવા સ્તરે લઈ જાય છે!”

આ નવા મોડલ્સ પર ક્લાસિક લિજેન્ડ્સના સીઇઓ આશિષ જોશીએ કહ્યું હતું કે, જ્યારે અમે યેઝદીના નવા મોટરસાયકલ(લ્સ) વિકસાવતા હતા, ત્યારે અમારા માટે સૌથી મોટો પડકાર એના જુસ્સાને અકબંધ રાખવાનો હતો. અમે એ પણ જાણતા હતા કે, છેલ્લાં થોડાં દાયકાઓમાં મોટરસાયકલના સવારોની પસંદગીઓ અને જરૂરિયાતો બદલાઈ છે તેમજ તેઓ અતિ કેન્દ્રિત અભિગમને અનુસરે છે.

અત્યારે તમારી સમક્ષ તમામ પ્રકારના રાઇડરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉદ્દેશ-નિર્મિત ત્રણ મોટરસાયકલ પ્રસ્તુત છે. અમે દેશમાં મોડર્ન ક્લાસિક સેગમેન્ટને હંમેશા નવેસરથી પરિભાષિત કરી છે તથા અગ્રેસર થયા છીએ અને આ ત્રણ મોડલમાં એ કામગીરી જ કરી હતી.

 લાઇફસ્ટાઇલ ક્વોશન્ટ વધારવા અને તેમની બનાવટની ઉપયોગિતામાં પૂરક બનવા યેઝદીના દરેક મોડલ એક્સેસરીઝની પોતાની રેન્જ સાથે આવશે, જે વિઝ્યુઅલ અપીલ વધારવા અને રાઇડર માટે ઉપયોગિતા વધારવા માટે કાળજીપૂર્વક બનાવી છે. એક્સેસરીની રેન્જ તમામ ડિલરશિપમાં પણ ઉપલબ્ધ થશે.

 વિગત: યેઝદીના ત્રણ મોડલ શા માટે? શા માટે નહીં!જ્યારે આ પ્રકારની આઇકોનિક બ્રાન્ડ પુનરાગમન કરી રહી છે, ત્યારે અમારું માનવું છે કે, શા માટે સંપૂર્ણ પ્રયાસ ન કરવો અને બ્રાન્ડના પ્રેમીઓ માટે યેઝદી જેનો પર્યાય છે એ ન આપવું – સાહસની ભાવના, જબરદસ્ત આનંદ અને રોમાંચક જુસ્સો! યેઝદી એડવેન્ચર, યેઝદી સ્ક્રેમ્બ્લર અને યેઝદી રોડસ્ટર – યેઝદીના હાર્દરૂપ રોમાંચ અને જુસ્સાને વ્યક્ત કરે છે.

યેઝદી એડવેન્ચરયેઝદી એડવેન્ચરથી શરૂઆત કરીએ. આ અમારું ઉત્કૃષ્ટ ટૂરિંગ મશીન છે. તેના પર એક નજર તેની પરિવર્તનની સફર વિશે જાણકારી મેળવવા પર્યાપ્ત છે. પ્રભાવશાળી લૂક અને કામગીરીમાં જબરદસ્ત યેઝદી એડવેન્ચર લાંબો પ્રવાસ કરતા રાઇડરની દરેક જરૂરિયાત પૂર્ણ કરવી ડિઝાઇન કરેલું છે.

“સીરિયસ ઓફ-રોડર” સ્ટાઇલિંગ હોય, સુવિધાજનક અર્ગોનોમિક્સ, તમામ વિસ્તારોમાં ચોક્કસ સંચાલન અને રાઇડર માટે અનેક ઉપયોગ એક્સેસરીઝ સાથે આ મોટરસાયકલ તમારી બકેટ લિસ્ટ પર દરેક ડેસ્ટિનેશન અને રાઇડિંગ ટ્રેલ માટે તમને રોમાંચિત કરવા આ મોટરસાયકલ બનાવેલું છે!

જ્યારે હાઈ-પ્લેસ્ડ મડ-ગાર્ડ અને નકલ-ગાર્ડ્સ કોઈ પણ ખાડાથી તમને સુરક્ષિત રાખે છે, જે તમને કૂદાવી શકે છે, ત્યારે ચેસિસ પર ફ્રન્ટ કેજ હેવી ડ્યુટી સ્ટીલમાંથી બનેલું છે, જે એક્સેસરી ફ્યુઅલ જેરીકેનનો ઉપયોગ કરીને વધારે ઇંધણનું વહન કરવાની સલામતી અને સુવિધા આપે છે.

આ મોટસાયકલ લોંગ રાઇડ માટે બનાવવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને યેઝદી એડવેન્ચર લગેજ રાખવા અનેક પોઇન્ટ અને હૂક ધરાવે છે. પછી એ પાછળની સીટ પર બેકપેક હોય કે પોતાના માઉન્ટિંગ સ્ટે સાથે વૈકલ્પિક હાર્ડ પેનિયર્સ હોય, આ મોટરસાયકલ તમારી લોંગ રાઇડ માટે જરૂરી તમામ ચીજવસ્તુઓનું વહન કરવા સજ્જ છે.

એડવેન્ચર લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, DOHC સિંગલ સીલિન્ડર એન્જિન ડિસ્પ્લેસિંગ 334ccથી પાવર છે. અહીં આ મહત્તમ પાવર 30.2PS@8000rpm અને મહત્તમ ટોર્ક 29.9Nm@6500rpm પેદા કરે છે. સિક્સ-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન સાથે એન્જિન ટ્રેલ રાઇડિંગ માટે ટોર્કી મિડ-રેન્જ માટે ટ્યુન છે, ત્યારે હાઇ-સ્પીડ હાઇવે ક્રૂઝિંગ માટે ટોપ એન્ડ પાવર વિકસાવે છે.

એડવેન્ચર સંપૂર્ણપણે નવી ક્લાસિક, પાછળ વિશિષ્ટ મોનો-શોક સ્વિંગ આર્મ સેટ-અપ પર સસ્પેન્ડેડ અને લોંગ ટ્રાવેલ ટેલીસ્કોપિક ફોર્ક્સ ધરાવે છે, જે તેને ઓફ-રોડ તેમજ ટર્માક એમ બંને પર મોખરે છે, પરિણામે વિવિધ વિસ્તારોમાં એનું શ્રેષ્ઠ સંચાલન કરવાનો રોમાંચ મળે છે. ઊંચી મોટરસાયકલ હોવા છતાં એડવેન્ચર કોર્નર્સની આસપાસ આશ્ચર્યજનક રીતે વળાંક લે છે.

બ્રેકિંગ માટે બંને છેડે ડિસ્ક બ્રેક અને કોન્ટિનેન્ટલ દ્વારા ડ્યુઅલ ચેનલ ABS છે, વધારે ફ્લેક્લિબ્લ પર્ફોર્મન્સ માટે ત્રણ સ્વિચેબ્લ મોડ ધરાવે છે – રોડ, રેઇન અને ઓફ-રોડ.

પોતાની ક્લાસિક ઓળખ જાળવીને એડવેન્ચર સંપૂર્ણપણે રસપ્રદ, ઉપયોગીતાની ખાસિયતોથી ભરપૂર છે, જે સવારીના અનુભવને અસરકારક બનાવે છે. યુએસબી ચાર્જિંગ ક્ષમતા અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે એડવેન્ચર સુનિશ્ચિત કરશે કે સંપૂર્ણ સવારી દરમિયાન યુઝરનો સ્માર્ટફોન ઉપયોગમાં રહે. પોતાની મોબાઇલ એપ સાથે સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ TFT/LCD ડિસ્પ્લે પર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ડિસ્પ્લેની ક્ષમતા પણ ધરાવે છે.

જ્યારે ડિસ્પ્લે વધારા સારી રીતે જોવાના એંગલ માટે એડજસ્ટેબ્લ છે, ત્યારે ટ્રિપ નેવિગેટર, ગીઅર ઇન્ડિકેટર, સાઇડ-સ્ટેન્ડ ઇન્ડિકેટર અને ક્લોક પણ ધરાવે છે. સ્પીડો ડિસ્ટન્સ ટૂ એણ્પ્ટી અને ઇંધણનું વધારે સારી રીતે વ્યવસ્થાપન કરવા માટે એવરેજ ફ્યુઅલ ઇકોનોમી ડાયલ પણ ધરાવે છે.

એડવેન્ચર ખાસ બનાવેલી એક્સેસરીઝની પોતાની રેન્જ પણ ધરાવે છે, જેને મશીન પર ઉમેરી શકાશે, જેથી રાઇડર તેની પસંદગી મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકશે. નકલ ગાર્ડ, માઉન્ટિંગ બ્રેકેટ સાથે જેરી કેન, પેનિયર્સ, ટોપ બોક્ષ, ફોગ લેમ્પ, ક્રેશ ગાર્ડ, હેડલેમ્પ ગ્રિલ ઉમેરવાના વિકલ્પો – આ તમામ વધારાની એક્સેસરીઝ સ્વરૂપે ઉપલબ્ધ થશે.

યેઝદી એડવેન્ચર એક્સ-શોરૂમ દિલ્હી, નીચેની કિંમતો પર છ કલરમાં ઉપલબ્ધ થશે:

Slick Silver INR 2,09,900
Mambo Black INR 2,11,900
Ranger Camo INR 2,18,900

યેઝદી સ્ક્રેમ્બ્લર: યેઝદી સ્ક્રેમ્બ્લર સંપૂર્ણ રોમાંચ અને સવારીનો આનંદ આપતું આધુનિક રોમાંચક અને સાહસિક લોકો માટે પરફેક્ટ મોટરસાયકલ છે, જે દરરોજ અવરજવર કરવા માટે શ્રેષ્ઠ છે અને ઓફ-રોડ સવારીને સરળ બનાવવા માટે પર્યાપ્ત સુવિધાઓ સાથે સંપન્ન છે. વીકેન્ડમાં પડકારજનક ટ્રેલ રાઇડિંગનો રોમાંચ માણવા માટેની તમારી ઇચ્છાને સંતોષવા અને અઠવાડિયાના દિવસોમાં ટ્રાફિક વચ્ચે ઝડપથી પસાર થવા બનાવેલું આ મોટરસાયકલ યેઝદી સ્ક્રેમ્બ્લર રોજિંદા સવારીને આનંદદાયક બનાવે છે.

સ્ક્રેમ્બ્લરની સ્ટાઇલ લાક્ષણિક સ્ક્રેમ્બ્લર ફ્લાયલાઇનમાંથી ઉતરી આવી છે – ક્લાસિક ગોળાકાર ટાંકી સાથે સાદી સીટ, હેડલેમ્પમાં ઓફસેટ સ્પીડો પોડ સાથે ખોસેલું, અપરાઇટ/કમાન્ડિંગ હેન્ડલબાર પોઝિશન, બે એક્ઝોસ્ટ સાથે લાક્ષણિક સ્ક્રેમ્બ્લર, ફ્રન્ટ ફેન્ડર બીક સાથે ઓન/ઓફ રોડ ટાયર્સ સ્ક્રેમ્બ્લરને વિશિષ્ટ લૂક આપે છે.

 સ્ક્રેમ્બ્લર પીક પાવર 29.1PS@8000rpm અને પીક ટોર્ક 28.2Nm@6750rpm આપે છે તથા ફ્લેટ ટોર્ક કર્વ ધરાવે છે, જેથી તમે સંપૂર્ણ રેવ રેન્જમાં ફેલાયેલો સંપૂર્ણ ટોર્ક ધરાવો છો.

 સ્ક્રેમ્બ્લર રોડ પર તોફાન મચાવવા સજ્જ છે. આ આગળ ટેલીસ્કોપિક ફોર્ક્સ અને પાછળ ગેસ ચાર્જ ટ્વિન શોક ધરાવે છે. 1403એમએમના ટૂંકા વ્હીલબેઝ સાથે મોટરસાયકલ ઊંચાનીચા અને રફ માર્ગો પર આનંદદાયક અને રોમાંચક સવારી આપવા સજ્જ છે. ફ્રેમ તમામ પ્રકારના વિસ્તારોમાં ઝડપથી આગળ વધવા અને આત્મવિશ્વાસ સાથે સંચાલન કરવા સક્ષમ બનાવે છે. સ્ક્રેમ્બ્લરનું સચોટ સંચાલન સુનિશ્ચિત કરે છે કે, તે ક્યારેય પકડ ગુમાવતું નથી.

 બંને છેડે ડિસ્ક બ્રેક સાથે બ્રેકિંગ પણ શ્રેષ્ઠ છે અને કોન્ટિનેન્ટલ દ્વારા ડ્યુઅલ ચેનલ ABS વધારે સુવિધાજનક પર્ફોર્મન્સ માટે ત્રણ સ્વિચેબલ મોડ – રોડ, રેઇન એન્ડ ઓફ-રોડ ધરાવે છે. જ્યારે હેડલેમ્પ, ટેઇલલેમ્પ અને બ્લિન્કર્સ LED સાથે સજ્જ છે, ત્યારે ડિજિટલ સ્પીડોમીટર કેટલીક ખાસિયતો ધરાવે છે, જે તેને વધારે સજ્જ બનાવે છે અને સવારનો પ્રસ્તુત અનુભવ આપે છે.

યેઝદી સ્ક્રેમ્બ્લર એક્સ-શોરૂમ દિલ્હી, નીચેની કિંમતો પર છ કલરમાં ઉપલબ્ધ થશે:

Fire Orange INR 2,04,900
Yelling Yellow INR 2,06,900
Outlaw Olive INR 2,06,900
Rebel Red, Mean Green, Midnight Blue (Dual Tone) INR 2,10,900

યેઝદી રોડસ્ટર

 યેઝદી રોડસ્ટર આ ટ્રાયોમાં તમારી રોજિંદા સવારીમાં રોમાંચ વધારે છે. રોડ પર જબરદસ્ત પ્રભાવ અને મજબૂત ડાઇમેન્શન સાથે રોડસ્ટર વિશિષ્ટ સ્ટાઇલ ધરાવતું મોટરસાયકલ છે, જે ક્લાસિક સ્ટાઇલ અને આધુનિક સ્ટાઇલનો આદર્શ સમન્વય ધરાવે છે. મોટરસાયકલને સંપૂર્ણ ડિઝાઇન પથરાયેલા વજન સાથે સુંદર સિલહટ પર ગર્વ છે, જે એને મજબૂત અને આકર્ષક લૂક આપે છે.

જ્યારે સુવિધાજનક રીતે વહેંચાયેલી સીટો સ્ટાર્ક ક્રોમ આર્ક સાથે સજ્જિત સીટ લાઇનને પ્રદર્શિત કરે છે, ત્યારે કોમ્પેક્ટ હેડલેમ્પ અને ટાઇટ પેકેજ એન્જિન એરિયા સંપૂર્ણ ડિઝાઇનને મજબૂતી આપે છે. જાડા ટાયર્સ સાથે મિશ્ર ધાતુઓના (એલાય) વ્હીલ્સ, કપાયેલા ફેન્ડર સાથે મજબૂત લૂકમાં વધારો કરે છે. જ્યારે મોટરસાયકલના હેડ પર ડિજિટલ સ્પીડોમીટર છે, ત્યારે આગળ માર્ગને શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરવા માટે હેડલેમ્પ અને LED ઇન્ડિકેટર્સ છે.

સમાન એન્જિન ક્ષમતા અને ટ્રાન્સમિશન સાથે રોડસ્ટર પીક પાવર 29.7PS@7300rpm અને પીક ટોર્ક 29Nm@6500rpm આપે છે. પરિણામે મશીન શહેરમાં જબરદસ્ત અને હાઇવે પર શાનદાર પર્ફોર્મન્સ આપે છે.

રોડસ્ટર ડ્યુઅલ ક્રેડલ ચેસિસ ધરાવે છે,. જે માર્ગના વિવિધ અભિગમો પર શાનદાર રીતે આગળ વધવા તૈયાર છે અને સીધી રેખાની સાથે સાથે શ્રેષ્ઠ કોર્નરિંગ ક્ષમતાઓ સાથે મહત્તમ સ્થિરતા પ્રદાન કરે છે. મોટરસાયકલ ક્લાસમાં અગ્રણી ટેકનોલોજી ડ્યુઅલ ચેનલ ABS બાય કોન્ટિનેન્ટલ સાથે પણ સજ્જ છે, જે ડિસ્ક બ્રેક પર અસરકારક બાઇટ સાથે બ્રેકિંગનો સૌથી સારો અને રાહતદાયક અનુભવ આપશે.

યેઝદી રોડસ્ટર એક્સ-શોરૂમ દિલ્હીમાં આપેલી કિંમત પર ડાર્ક અને ક્રોમ થીમમાં નીચેના પાંચ કલરમાં ઉપલબ્ધ થશે:

 

Roadster Dark – Smoke Grey INR 1,98,142
Roadster Dark – Steel Blue INR 2,02,142
Roadster Dark – Hunter Green
Roadster Chrome – Gallant Grey INR 2,06,142
Roadster Chrome – Sin Silver INR 2,06,142

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.