૮ મહિના કોરોનાની સારવાર, ૮ કરોડનો ખર્ચ છતાં ખેડૂતનું મોત

Files Photo
રીવા, કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અનેક પરિવારો તૂટી ગયા તો અનેક પરિવારો સારવારની પાછળ આર્થિક રીતે ભાંગી પડ્યા. મધ્યપ્રદેશના રીવા જિલ્લાના એક ખેડૂત ધર્મજય સિંહ આઠ મહિના પહેલા કોરોના સંક્રમિત થયા હતા.
રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસા વધારે પ્રભાવિત થયા હોવાને કારણે ડોક્ટરે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપી હતી. આઠ મહિના સુધી ધર્મજય સિંહની ત્યાં સારવાર ચાલી, પરંતુ તેમનો જીવ બચાવી ન શકાયો. પરિવારે તેમની સારવાર પાછળ આઠ કરોડ રુપિયા ખર્ચ્યા હતા.
આઠ મહિના પહેલા રીવા જિલ્લાના રકરી ગામમાં રહેતા ધર્મજય સિંહને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેમને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં તેમની સ્થિતિમાં સુધારો ન જણાયો તો એરલિફ્ટ કરીને ચેન્નાઈ લઈ જવામાં આવ્યા. ચેન્નાઈ સ્થિત અપોલો હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. દેશના નિષ્ણાંત તબીબોની સાથે સાથે લંડનના તબીબોએ પણ તેમની સારવાર કરી હતી. મંગળવારે તેમણે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
ધર્મજય સિંહની તે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતોમાં થાય છે. મઉગંજ વિસ્તારના રકરી ગામના ધર્મજય સિંહની આખા વિસ્તારમાં આગવી ઓળખ હતી. તે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરતા હતા.
૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એસએફ ગ્રાઉન્ડના મેદાનમાં આયોજિત સમારોહમાં તેમનું સન્માન કર્યુ હતું. તેમના પરિવારના લોકોએ જણાવ્યું કે એપ્રિલ ૨૦૨૧માં એકાએક તબિયત લથડી હોવાને કારણે રિપોર્ટ કરવામાં આવ્યો. ૧૮ દિવસ રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી પછી એર એમ્બ્યુલન્સથી ચેન્નાઈની અપોલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
કોરોના રિપોર્ટ માત્ર ચાર દિવસમાં નેગેટિવ થઈ ગયો હતો. પરંતુ ફેફસા ૧૦૦ ટકા સંક્રમિત થઈ ગયા હતા. એક્સો મશીનની મદદથી નવજીવન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયા પહેલા બ્લડ પ્રેશર ઓછુ થઈ ગયું તો તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું.
આઠ મહિનાની સારવાર પછી ચેન્નાઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પરિવારના લોકોએ જણાવ્યું કે સારવાર દરમિયાન આઠ કરોડ રુપિયા ખર્ચ થઈ ગયા. વેન્ટિલર ફેઈલ થયા પછી એક્મો મશીનની જરુર પડે છે. સારવાર માટે પરિવારના લોકોએ ૫૦ એકર જમીન પણ વેચી કાઢી. ધર્મજય સિંહના મોટા ભાઈ એડવોકેટ છે. તેઓ જણાવે છે કે,અમે ભાઈને બચાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો. પૈસાની કમી પૂરી કરવા માટે જમીન પણ વેચી કાઢી.
છતાં ભાઈને બચાવી ન શક્યા. સારવાર માટે સરકાર તરફથી ચાર લાખ રુપિયાની આર્થિક સહાય મળી. દરરોજ તેમની સારવાર પાછળે એકથી ૩ લાખ રુપિયા ખર્ચ કરવામાં આવતા હતા. પરિવારના લોકોએ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન તેમણે લોકોની ખૂબ સેવા કરી હતી.SSS