મુખ્યમંત્રીએ ગૌ-પૂજા કરી અને ગરીબ પરિવારોને પ્રસાદ-ધાબળાનું વિતરણ કર્યું
મકરસંક્રાંતિના પર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
નારણપુરા વિસ્તારમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી
મકરસંક્રાંતિના પર્વે સવારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરે ભગવાનના દર્શનાર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જગન્નાથજીની આરતી ઉતારી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના પ્રાંગણમાં ગૌ-પૂજા કરી હતી, ત્યાર બાદ મંદિરની બહાર જ ગરીબ પરિવારોને ગરમ ધાબળા અને પ્રસાદનું વિતરણ પણ કર્યું હતું.
જગન્નાથજીના મંદિરેથી નીકળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા વિસ્તારમાં પરિવારના સભ્યો સાથે ઉજવણીમાં સહભાગી થઈ પતંગ ઉત્સવ મનાવ્યો હતો.