ગાંધીજીની 150મી જન્મજયંતી વિશ્વભારતી શાળા સંકુલ શાહપુર દ્વારા ઉજવણી
અમદાવાદ, મહાત્મા ગાંધીએ ભારતનું એવું રત્ન છે, જેની ઈર્ષ્યા કોઇપણ દેશને આવે. ગાંધીજીની 150મી જન્મજયંતી ભારત ભરમાં ઉત્સાહથી ઉજવવામાં આવી. વિશ્વભારતી શાળા સંકુલ, શાહપુર, અમદાવાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 2 ઓક્ટોબરના દિવસે જાહેર રજા ન લેતા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ગાંધીજીના પ્રેરક પ્રસંગો કહ્યા. અને single use plastic ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી. ઈંગ્લીશ મીડીયમના બાળકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધીજી કહેતા કે ‘ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.’ તેને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાના બાળકોએ સુલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોલીસ ખાતા દ્વારા શાળામાં ચાલતી પ્રવૃત્તિ SPC ના વિદ્યાર્થી સભ્યોએ ગાંધીવિચારના પ્રસાર અર્થે એક રેલી કાઢી હતી.