Western Times News

Gujarati News

ગોધરામાં ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્યના સિંચન સાથે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરામાં ૧૩ વર્ષથી મફત શિક્ષણ કોચિંગ ક્લાસ ધોરણ ૦૧ થી ૦૯ના ગરીબ અને મધ્યમ વર્ગના નિઃસહાય અને આર્થિક રીતે નબળા અને અનાથ એવા ૧૩૦ થી ઉપરાંત બાળકોને વિનામૂલ્યે નિઃસ્વાર્થ પણે શિક્ષણ આપવામાં આવે છે અગાઉ ગણી સંખ્યામા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપી ચૂક્યા છે

માનવ ધર્મનાં તરીકે જાણીતાં અને એકતાના પ્રતિક, મુસ્લિમ સમાજનો સામાન્ય પરિવાર માંથી આવતા શિક્ષક ઈમરાનભાઈ લગાતાર શિક્ષણ બહારપુરા ના રામાપીર મંદિરમાં આપી રહ્યા છે શિક્ષણની ગુણવત્તા સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે તમામ તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો વગેરે એક મેક થી આ વિસ્તારમાં કરી રહ્યા છે.

મકરસંક્રાંતિના પાવન પર્વ અંતર્ગત બપોરે ત્રણ વાગ્યે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને બે વચ્ચે અંતર રાખીને ૧૩ વર્ષથી લગાતાર શિક્ષણ આપી રહ્યા છે તેવાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ઈમરાનભાઈ અને વાલીઓ અને વિદ્યાર્થીઓ, વડીલો અને સ્થાનિક લોકો સાથે હડી મળીને ગોધરા શહેર માજ નહીં

પરંતુ પૂરા ભારત દેશમાં કોમી એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો બાળકોના પતંગ રસિયાઓ થી એ…. એ….. કાપ્યો છે….એ…….એ…..લપેટ ના પીપોડીના અવાજ ચો તરફ ગુંજીયા હતા.

એક મુસ્લિમ યુવા શિક્ષક પોતે પોતાનો પ્રથમ ધર્મ માનવતા જ મારો ધર્મ છે આપને જ્ઞાતિ, જાતિ, ઉચ્ચ નીચના ભેદભાવ પર પૂર્ણવિરામ મૂકી ઈમરાનભાઈ દરેક સમાજના લોકો સાથે પતંગ મહોત્સવ દરમિયાન આકાશમાં રંગબેરંગી પતંગોની જેમ જ આપને સૌ ને એક થવાની જરૂર છે

તેવી અપીલ સાથે બાળકો એ પ્રાર્થના કરી હતી કે આપનો દેશ કોરોના મહામારી વચ્ચે આખું દેશ ચિંતિત છે. અને તમામ દેશના નાગરિકોને અપીલ કરી હતી કે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરો અને બે વચ્ચે અંતર જાળવો. કોરોના મહામારી થી આપનો દેશ મુકત થાય તે માટે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાર્થના કરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.