વિશ્વભરમાં કોરોના ઘાતક: છેલ્લાં ૨૪ કલાકમાં વિશ્વમાં ફરી ૩૨ લાખ કેસ

નવીદિલ્હી, દુનિયામાં કોરોનાનાં કારણે હાહાકાર મચ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૩૨.૩૧ કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ૫૫.૨ લાખથી વધુ લોકોનાં મોત થયા છે.
દુનિયામાં કોરોનાનાં કારણે હાહાકાર મચ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૩૨.૩૧ કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ૫૫.૨ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૯.૫૮ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શનિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૩૨૩,૧૪૦,૦૭૪, ૫,૫૨૮,૭૯૪ અને ૯,૫૮૨,૫૦૨,૪૭૭ થઈ ગઈ છે.
સીએસએસઇ અનુસાર, અમેરિકા કોરોનાનાંં ૬૪,૮૯૭,૨૩૭ કેસ અને ૮૪૯,૧૭૨ મૃત્યુ સાથે વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત કોરોનાનાં કેસોમાં બીજા નંબર પર છે, જ્યાં કોરોનાનાં ૩૬,૫૮૨,૧૨૯ કેસ છે જ્યારે ૪૮૫,૩૫૦ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ બ્રાઝિલ છે.
કોરોનાનાં જ્યારે ૬૨૧,૦૬૩ મૃત્યુ થયા છે. CSSE ડેટા અનુસાર, ૫૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (૧,૫૧,૬૪,૬૭૬), ફ્રાન્સ (૧,૩૬,૮૦,૭૭૫), રશિયા (૧,૦૫,૪૧,૮૭૦), તુર્કી (૧,૦૨,૭૩,૧૭૦), ઇટાલી (૮૩,૫૬,૫૧૪), સ્પેન (૮૦,૯૩૩), જર્મની (૭૮,૦૫,૧૬૧), આજેર્ન્ટિના (૬૭,૯૩,૧૧૯), ઈરાન (૬૨,૧૪,૭૮૧) અને કોલંબિયા (૫૪,૪૦,૯૮૧) છે. જે દેશોએ ૧,૦૦,૦૦૦ થી વધુ મૃત્યુઆંકને પાર કર્યો છે.
રશિયા (૩,૧૨,૭૩૩), મેક્સિકો (૩,૦૦,૫૭૪), પેરુ (૨,૦૩,૧૫૭), યુકે (૧,૫૨,૧૦૩), ઇન્ડોનેશિયા (૧,૪૪,૧૫૫), ઇટાલી (૧,૪૦,૫૪૮), ઈરાન (૧,૩૨,૧૩૩), કોલમ્બિયા (૧,૩૨૦,૨૦૦), ફ્રાન્સ (૧,૨૭,૭૧૧), આજેર્ન્ટિના (૧,૧૭,૮૦૮), જર્મની (૧,૧૫,૧૭૨) અને યુક્રેન (૧,૦૪,૩૬૭) નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ સમયે કોરોનાવાયરસ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, વાયરસ કેટલો સમય હવામાં ચેપી રહે છે? યુકેની બ્રિસ્ટોલ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં કોરોના વાયરસનાં ચેપનાં વલણને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે.
સંશોધન મુજબ, એકવાર શ્વાસ બહાર કાઢ્યા બાદ કોરોના વાયરસ માત્ર પાંચ મિનિટ માટે હવામાં ચેપી રહે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસના કણો હવાના સંપર્કમાં આવ્યા પછી મહત્તમ પાંચ મિનિટ સુધી ચેપી રહે છે.HS