Western Times News

Gujarati News

AGS ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસનો IPO 19 જાન્યુઆરી, 2022ના રોજ ખુલશે

Mega flex Plastics IPO

         એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ ₹166થી₹175નક્કી થઈ છે

મુંબઈ, એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડ (“એજીએસ” અથવા “કંપની”)એ 19 જાન્યુઆરી, 2022ના રોજ એની ઇનિશિયલ પબ્લિક ઓફર (“ઓફર”) લાવવાની યોજના બનાવી છે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)દીઠ ₹166થી ₹175 નક્કી થઈ છે. બિડ લઘુતમ 85 ઇક્વિટી શેર અને પછી 85 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર”) મારફતે એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડના ઇક્વિટી શેરદીઠ ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ ₹6,800 મિલિયનના શેર સામેલ હશે, જેમાં શ્રી રવિ બી ગોયલ (“પ્રમોટર વિક્રેતા શેરધારક”)ના ₹6,775.80 મિલિયનના ઇક્વિટી શેર, શ્રી વી સી ગુપ્તેના ₹7.63 મિલિયનના ઇક્વિટી શેર, શ્રી શૈલેષ શેટ્ટીના ₹5.97 મિલિયનના ઇક્વિટી શેર, શ્રી રાકેશ કુમારના ₹4.64 મિલિયનના ઇક્વિટી શેર, શ્રી નિખિલ પટિયાતના ₹2.98 મિલિયનના ઇક્વિટી શેર અને શ્રી રાજેશ હર્ષદરાય શાહના ₹2.98 મિલિયનના ઇક્વિટી શેર સામેલ છે (સંયુક્તપણે “અન્ય વિક્રેતા શેરધારક”).

ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી), જેમાં સંશોધન મુજબ (“એસસીઆરઆર”) મુજબ કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1)ની દ્રષ્ટિએ બુક બિલ્ડિંગ પ્રોસસ મારફતે કરવામાં આવી છે,

જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ(“QIBs”)(“QIB પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકોBRLMsસાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ 60 ટકા હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”)ને ફાળવી શકાશે,

જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત રીતે 33 ટકા કે એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે જ અનામતરાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણી માટેની કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવામાં આવશે

અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.જોકે જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે નેટ ક્યુઆઇબી પોર્શનના બાકીના હિસ્સોમાં ઉમેરવામાં આવશે.

વળી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિનસંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર તેમની પાસેથી માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાયતમામ સંભવિત બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ(“ASBA”)નો ઉપયોગ કરવો ફરજિયાત છે,

જે માટે તેમના સંબંધિતASBAએકાઉન્ટની વિગત પ્રદાન કરવી પડશે અનેUPI વ્યવસ્થાનો ઉપયોગ કરવા(રિટેલ વ્યક્તિગત બિડર્સના કેસમાં)UPI IDપ્રદાન કરવો પડશે, જે લાગુ પડે એ, જેમાં સંબંધિત બિડ રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો(“SCSBs”)દ્વારા કેUPIવ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા, જે લાગુ પડે એ, સંબંધિત બિડની રકમ બ્લોક થઈ જશે. એન્કર રોકાણકારોનેASBAપ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.