ફેસબુક પર સસ્તા સોનાની લાલચ આપી નકલી સોનુ પધરાવતી ગેંગ સક્રિયઃ ગુજરાતથી મુંબઈ સુધીનું નેટવર્ક
(એજન્સી) અમદાવાદ, ફેસબુક પર સસ્તુ સોનુૃ આપવાની લાલચ આપી લાખ્ખોની ઠગાઈ આચરતી ટોળકી રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, ભચાઉ, સામખિયાળી તેમજ મુૃંબઈ સુધી ફેલાયેલી છે. આ ટોળકીના સાગરીતો લોકોને નકલી સોનું પધરાવી લાખ્ખો રૂપિયા લઈ રફેુચક્કર થઈ જાય છે.
મુૃંબઈના કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ત્રણ મહિના અગાઉ કચ્છના ભચાઉમાં સોનાની ડીલીવરી આપવાના બહાનેે રૂા.૩.પ૦ લાખનની રોકડ લઈ ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ અંગે રાજ્યના ડીજીપીને ધંધાર્થીએ લેખિતમાં રજુઆત કરી ન્યાયની માંગણી કરી છે. આ ટોળકીની સોનાના નામે નકલી ચલણી નોટો પણ બજારમાં ફેરવવાના રેકેટમાં સંડોવણી હોવાનું ભોગ બનનારે જણાવ્યુ હતુ.
મુૃબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં રહેતી અને કન્સ્ટ્રકશનના ધંધાર્થી વિરેન્દ્ર પાંડેયનો સંપર્ક ફેસબુક પર દિપક પટેલ નામના શખ્સ સાથે થયો હતો. દિપકે પોતેે સસ્તા સોનાનો વેપાર કરતા હોવાનું તેમજ સસ્તામાં સોનું આપવાની વાત પણ કરી હતી.
આ અંગે ચેટીગમાં (વાતચીતમાં) વિરેન્દ્રભાઈએ સોનાનો ભાવ પૂછતા દિપકે રૂા.૩.પ૦ લાખની ૧૦૦ ગ્રામ ગોલ્ડ આપવાની વાત કરી હતી. વાતચીત દરમ્યાન વિરેન્દ્રભાઈએેે સોનું ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતા દિપકે આંગડીયા પેઢીનું વિઝીટીંગ કાર્ડ મોકલી તેમાં પૈસા મોકલવા જણાવ્યુ હતુ.
જાે કે વિરેન્દ્ર પાંડ્યેે આંગડીયા પેઢીમાં પૈસા મોકલવાની ના પાડીને દિપકે રૂબરૂ મળી સોનુૃં બતાવવાનુૃ અને ચેક કર્યા બાદ જ સોનું લઈ પૈસા ચુકવશે તેમ જણાવ્યુ હતુ.
શરૂઆતમાં તો દિપકે અમદાવાદ, રાજકોટ ભચાઉ અને સામખિયારી મળવાનું જણાવ્યુ હતુ. જાે કે બાદમાં ભચાઉ ખાતે મુલાકાત થશે તેમ વિરેન્દ્રભાઈનેે કહેવામાં આવ્યુ હતુ. જે મુજબ વિરેન્દ્રભાઈ ભચાઉ પહોંચ્યા હતા ત્યારે દિપકે ૧૦૦ ગ્રામ સોનાની પૈસા લઈ રેલ્વે સ્ટેશન પાસે ડીલીવરી આપી હતી. જે ચેક કરાવવાનુ ૃકહેતા દિપકના ચહેરાના ભાવ બદલાયો હતો. જાે કે રસ્તામાં ચા પીવાના બહાને વિરેન્દ્ર પાંડ્યેને કારમાંથી ઉતારીને દિપક તેના ડ્રાઈવર સાથે પૈસા લઈને ફરાર થઈ ગયો હતો.
આ અંગે વિરેન્દ્ર પાંડ્યેએ ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયા, હોમ સેક્રેટરી સહિતની કચરીમાં ફરીયાદ કરી છે. ભોગ બનનાર વિરેન્દ્ર પાંડેયે જણાવ્યુ હતુ કે દિપકનો મુખ્ય બોસ કે.બી.પટેલ તેમજ બીજા સાગરીતો જયદીપ અને કૃણાલ સોની છે. આ ટોળકી લોન આપવાના નામે નકલી ચલણી નોટો પણ પધરાવે છે. એક કરોડની લો ન સામે તમે ૩પ લાખની ચલણી નોટો તેવી વાતો ફોન પર કરે છે. જેની પાછળ મૂળ તેઓ એક કરોડની નકલી નોટ આપવાની વાત કરતા હોય છે.