Western Times News

Gujarati News

હોટલ- રેસ્ટોરન્ટ વ્યવસાયને ફટકો

File Photo

કરફર્યુનો સમય ઘટાડવા સહિતના મુદ્દાઓની ચર્ચા થશે: ઉચ્ચસ્તરે રજૂઆતની વિચારણા

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં કરફયુનો સમયગાળો વધતા કોરોનાના કેસ વધતા ફરીથી ઉદ્યોગ- ધંધાને અસર થઈ રહી છે તેમાં પણ ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા હોટલ- રેસ્ટોરન્ટોને તો અત્યારે ફરીથી ધંધા- પાણીને ફટકો પડ્યો છે એવરેજ ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો થતા હોટલ- રેસ્ટોરન્ટવાળા કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે.

કોરોનાના કેસ વધતા લોકો બહાર જવાનું ટાળી રહયા છે. જાેકે એક વર્ગ એવો છે કે જે રેસ્ટોરન્ટોમાં જઈને ખાવાની તક મૂકતો નથી પરંતુ ઓવરઓલ સ્થિતિ એી છે કે બને ત્યાં સુધી બહારનું ખાવાનું લોકો ટાળી રહયા છે.

અલબત્ત ઉત્તરાયણપર્વમાં ચિત્ર સાવ ઉલ્ટુ જાેવા મળ્યુ હતું પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં હજુ જાેઈએ તેવી ભીડ જામતી નથી રેસ્ટોરન્ટ- હોટલના વ્યવસાયને પુનઃ ૩૦ થી ૪૦ ટકા જેટલો ફટકો પડતા આ અંગે શું કરવુ તે બાબતે ચર્ચા- વિચારણા કરવા માટે હોટલ એસોસીએશનના આગેવાનોની એક બેઠક નજીકના દિવસોમાં મળનાર છે બેઠકમાં નકકી થયા પછી ઉચ્ચસ્તરે રજુઆત કરવા વિચારણા ચાલી રહી છે.

હોટલ ઉદ્યોગ ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણીના જણાવ્યા મુજબ હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગ-ધંધા શરૂ થયા હતા અને ગાડી પાટે પડી હતી પરંતુ કોરોનાના કેસ વધતા અને નવા નિયંત્રણો આવતા ફરીથી પ્રથમ- દ્વિતીય લહેર વખતે હતી તેવી સ્થિતિ ઉભી થઈ છે પ્રથમ લહેર વખતે લોકડાઉન હતું પરંતુ ત્યારપછી આંશિક રાહતો- છૂટછાટ સાથે હોટલ- રેસ્ટોરન્ટ વ્યવસાય ધમધમયો હતો પાછા જૂના દિવસો આવી ગયા છે તેને લઈને હોટલ- રેસ્ટોરન્ટવાળા કફોડી સ્થિતિમાં મુકાયા છે.

જાે કોઈ ફેરફાર નહી થાય તો રરમી જાન્યુઆરીના રોજ હોટલ ઉદ્યોગ વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનોની એક બેઠક મળનાર છે તેમાં નીતિ નકકી થયા પછી ઉચ્ચસ્તરે રજૂઆત કરાશે ખાસ તો કરફયુનો સમયગાળો ઘટાડવામાં આવે તીવ્ર લાગણી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.