બસોમાં પ૦ ટકા મુસાફરોની ક્ષમતાના નિયમથી શટલ રીક્ષાઓમાં ધસારો
(એજન્સી) અમદાવાદ, સરકારી તંત્રએ ત્રીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે એએમટીએસ સહિતની બસોમાં પ૦ ટકા મુસાફરો મુસાફરી કરી શકે એવો નિયમ અમલમાં મુક્યો હોવાથી ટ્રાફિક પોલીસની ઢીલી નીતિ જાેવા મળી રહી છે.
શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ અન્ય વિસ્તારોમાં પાંચથી છ પેસેન્જરો ભરીને દોડતી શટલ રીક્ષાઓ સામે કાયવાહી કરવામાં આવતી નહોવાથી તંત્રના પ૦ ટકા કટના નિયમથી બાકીના મુસાફરો શટલ રીક્ષા તરફ વળ્યા છે. મુસાફરોથી ભરચક થઈને દોડતી શટલ રીક્ષાથી કોરોના સંક્રમણ ન ફેલાય?એવો પ્રશ્ન લોકોમુખે ચર્ચાઈ રહ્યો છે.
શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન, ઘીકાંટા, રિલીફ રોડ, એસ.ટી. સ્ટેેન્ડ તેમજ અન્ય વિસ્તારોમાં હાલની સ્થિતિએ શટલરીક્ષાનૃ ચલણ વધી રહ્યુ છે. તંત્રના એએમટીએસ, બી આરટીએસ અને એસ.ટી.બસોમાં પ૦ ટકા મુસાફરોને બેસાડવાના નિયમને કારણે લોકોએ શટલ રીક્ષામાં મુસાફરી કરવાનું શરૂ કર્યુ છે.
વેપાર ધંધો મજુરી કામ કે નોકરી કરતા લોકો પાસે પ૦ ટકા મુસાફરના કાયદા મુજબ બીજી બસની રાહ જાેવાનો સમય રહેતો નથી. જાે નિયમને કારણે તક ઝડપી લીધી હોય તેમ શટલ રીક્ષા ચાલકોએ પોતાના વાહનમાં પ થી ૬ મુસાફરોને બેસાડીને પરિવહન શરૂ કરી દીધુ છે.
જેના કારણે સંક્રમણવધી જાય એવી સ્થિતિ ઉદ્ભવી રહ્યાનું જાેવા મળે છે. ટ્રાફિક પોલીસ દ્વારા ભરચક પેસેન્જરો ભરીને જતા રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પૈસાના ઉઘરાણા શરૂક રી દેવાયા છે. આમ, કોરોના સંક્રમણને રોકવાના તંત્રના પ્રયાસ સફળ ન થાય એવી ચર્ચા સરકારી કર્મચારીઓમાં શરૂ થઈ છે.