Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા અંબિકા માતાના પ્રાગટ્ય દિને બંધ મંદિરે અન્નકૂટનો ભોગ ધરાવાયો

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આજે પોષી પુનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિન. વરસોથી દર વર્ષે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરને પંદરેક દિવસ મહેનત કરી રંગરોગાન કરી હજારો ફૂલોથી શણગારવામાં આવતુ હતું અને આ દિવસે મોટી સંખ્યામાં માઇ ભકતો માં અંબાના દર્શન કરવા આવતા હતા માના દર્શન કરી ધન્ય બનતા હતા પણ તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી નો ત્રીજાે દોર શરૂ થતાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તા. ૧૫ -૧ -૨૦૨૨ થી ૨૩-૦૧-૨૦૨૨ સુધી અંબિકા મંદિર ને બંધ કરવાનો ર્નિણય ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલ હતો.

આ દિવસો દરમિયાન મંદિર ની આરતી પૂજા અર્ચના વગેરે પૂજારીઓ દ્વારા બંધબારણે થઈ રહી છે આજે પોષી પૂનમના દિવસે મા અંબાને અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો કેટલાય માઇભકતો જેમને મંદિર બંધ હોવાના સમાચાર નહતા મળ્યા તેઓ મંદિરના દ્વાર સુધી આવી ધજા ના દર્શન કરી પરત ફરતા જાેવા મળતા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.