અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરીના “D-Dimer”ના રીપોર્ટ અલગ-અલગ
કોરોનાનો દર્દી અને તબીબ પણ અલગ-અલગ રીપોર્ટ જાેઈને ચોંકી ઊઠ્યા છે રાજ્યના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત
પ્રથમ દિવસ એટલે કે ૧૫ જાન્યુઆરીનો રીપોર્ટ D-Dimer 2326 આવ્યો. તો ૧૬ જાન્યુઆરીએ એટલે બીજા દિવસે બીજી લેબમાં D-Dimer 98.2, જ્યારે ત્રીજા દિવસે ૧૭ જાન્યુઆરીએ ત્રીજી લેબમાં રીપોર્ટ 2902.85 આવ્યો.
(પ્રતિનિધિ)અમદાવાદ, વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસે નાગરિકોમાં ભય ફેલાવી દીધો છે. કરોડો નાગરિકો કોરોનામાં સપડાયા છે. હજી સુધી કોરોનાની દવા શોધાઈ નથી ત્યારે તેને કાબુમાં લેવા માટે રસીકરણની ઝુંબેશ તમામ દેશોમાં ચાલી રહી છે. ભારત દેશમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવ્યો હતો. ચિંતાજનક બાબત એ છે કે કોરોના થયા પછી તેની દવાથી તથા અન્ય કારણોસર તેની સાઈડ ઈફેક્ટ થઈ રહી છે. Reports of “D-Dimer” of three private laboratories in Ahmedabad are different
બ્લેક ફંગસ, બ્લડકોટીંગ જેવી આડઅસરોથી નાગરિકો ભયભીત બની ગયા છે. આ પરિસ્થિતિમાં તબીબો કોરોનાના દર્દીઓને જીવલેણ સાઈડ ઈફેક્ટ ન થાય તે માટે બ્લડકોટીંગ માટેના “D-Dimer” ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે અને નાગરિકો પણ ડોક્ટરની આ સલાહને અનુસરી રહ્યા છે. જેના પરિણામે ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં ટેસ્ટીંગની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે.
ચિંતાજનક બાબત એ છે કે ખાનગી લેબોરેટરીઓની બેદરકારીના કારણે આજે નાગરિકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં એક વ્યક્તિને કોરોના થયા પછી ડોક્ટરે તેને “D-Dimer” ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું. આ નાગરિકે ત્રણ દિવસ સુધી રોજ અલગ-અલગ પેથોલેજી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવતા ત્રણેય લેબોરેટરીના રીપોર્ટ અલગ-અલગ આવતા નાગરિક પોતે પણ દ્ધિધાભરી સ્થિતિમાં મૂકાઈ ગયો છે.
સરકાર માન્ય અમદાવાદ શહેરની આ ત્રણેય લેબોરેટરીનાં જુદા-જુદા રીપોર્ટથી તબીબ પોતે પણ સારવાર માટે અવઢવભરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે આવી તમામ લેબોમાં તપાસ કરી રીપોર્ટ અંગેની કાર્યવાહીનું મૂલ્યાંકન કરવું જાેઈએ તેવું ચિત્ર ઉપસી રહ્યંુ છે.
પેથોલોજી લેબનાં રીપોર્ટમાં કોરોના થયો છે તેવું સાંભળતા જ ભલભલા ટેન્શનમાં આવી જાય તે સ્વાભાવિક છે. પરિણામ જાણ્યા પછી યોગ્ય-સમયસર સારવાર મળે તો સેંકડો લોકોને એકાદ-બે અઠવાડિયામાં સારૂ થઈ જાય છે. પરંતુ કોઈ સંજાેગોમાં ટેસ્ટીંગના રીપોર્ટ અલગ-અલગ આવે ત્યારે શું કરવું !?
તેમાં પણ જે વ્યક્તિને કોરોના થયો હોય તેના કુટુંબીજનો કેટલા ચિંતામાં હોય તે સૌ કોઈએ કદાચ અનુભવ્યું હશે આવી સ્થિતિમાં અલગ-અલગ ખાનગી પેથોલોજી લેબોરેટરીના રીપોર્ટ અલગ આવે તો શું કરવું ?? જુદા-જુદા રીપોર્ટના આધારે ડોક્ટર દવા કઈ રીતે કરી શકે ?? કોરોનાની પ્રથમ-દ્વિતીય લહેરમાં જે દર્દીઓને કોરોના થયો હતો.
તેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓને બ્લડક્લોટીંગ (લોહીના ગઠ્ઠા) થતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેને કારણે અનેક દર્દીઓને જુદા-જુદા પ્રકારના આરોગ્યલક્ષી પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
હવે તો ડોક્ટરો કોરોનાના દર્દીઓને “D-Dimer” ટેસ્ટ કરાવડાવ છે. જેથી કરીને સારવાર પછી બ્લડ ક્લોટીંગની સમસ્યા સર્જાય નહીં અગર તો સારવાર વખતે જ ક્લોટીંગની તકલીફનો ખ્યાલ આવી શકે. પરંતુ જે દર્દી પેથોલોજી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવડાવે તે અલગ-અલગ આવે તો શું કરવું ?? આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક જ વ્યક્તિના ત્રણ દિવસના “D-Dimer” ટેસ્ટના ત્રણ લેબોરેટરીના ત્રણ રીપોર્ટ અલગ-અલગ આવ્યાં છે.
પ્રથમ દિવસ એટલે કે ૧૫ જાન્યુઆરીનો રીપોર્ટ ૨૩૨૬-૧૮ આવ્યો. તો ૧૬ જાન્યુઆરીનો ૯૮.૨ જ્યારે ૧૭ જાન્યુઆરીનો રીપોર્ટ ૨૯૦૨.૮૫ આવ્યો. આમ, “D-Dimer” ટેસ્ટનો ત્રણ દિવસનો ત્રણ ખાનગી લેબનો રીપોર્ટ જુદો-જુદો આવતા કુટુંબીજનો અને ડોક્ટરો પણ અચંબામાં મૂકાઈ ગયા હતા. સારવાર કઈ રીતે કરવી ??
આમ, તપાસ માટેની કોઈ સર્વસામાન્ય પદ્ધતિ નહીં હોવાથી દરેક લેબોરેટરી અલગ-અલગ મેથડ અપનાવતી હોય છે. જાેકે આમાં જુદા-જુદા રીપોર્ટને લીધે દર્દીની સારવાર માટે મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. આને લેબોરેટરીની આવી બેદરકારી ગણવી કે બીજું કંઈ ??