Western Times News

Gujarati News

મ્યુનિ.ટેક્સ રીબેટ યોજનાને સારો પ્રતિસાદ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવેલી મેરેથોન રીબેટ યોજનાને સારો પ્રતિસાદ મળી રહયો છે તેમજ તહેવાર અને કોરોનાના દિવસો હોવા છતાં મિલ્કતવેરા પેટે દૈનીક સરેરાશ રૂા.ત્રણ કરોડની આવક તંત્રમાં જમા થઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં વિવિધ ટેક્ષ પેટે મ્યુનિસિપલ તિજાેરીમાં રૂા. એક હજાર કરોડ કરતા વધુ રકમ જમા થઈ છે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં મિલ્કતવેરાની આવક મેળવવા માટે મનપા દ્વારા પ્રથમ વખત એક સાથે ત્રણ મહીનાની રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. ૧લી જાન્યુઆરીથી અમલી સદ્‌ર સ્ક્રીમમાં ૧ર જાન્યુઆરી સુધી તંત્રએ રૂા.૩૬ કરોડની આવક મેળવી છે. શહેરમાં કોરોનાના કેસ વધી રહયા છે તેમજ વ્યાપાર-ધંધા ઉપર પણ કોરોનાની અસર જાેવા મળી રહી છે તેવા સંજાેગોમાં વળતર યોજના અંતર્ગત દૈનિક સરેરાશ રૂા.ત્રણ કરોડની આવક થઈ રહી છે જેના કારણે તંત્રને પણ રાહત થઈ છે.

જાેકે, ૧લી એપ્રિલથી ૩૧ ડીસેમ્બર સુધી મિલ્કતવેરામાં કોઈ નોંધપાત્ર આવક થઈ ન હતી. સુત્રોએ જણાવ્યા મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ ડીસેમ્બર સુધી મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૭પર.૬૧ કરોડની આવક થઈ હતી જયારે ૧ એપ્રિલ- ર૦ર૧થી ૧ર જાન્યુઆરી ર૦રર સુધી મિલ્કતવેરા પેટે રૂા.૭૮૮.રર કરોડની આવક મેળવી છે જેની સામે પાછલા નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન મનપાને રૂા.૭૭ર.પપ કરોડની આવક થઈ હતી.

આમ ગત્‌ વર્ષની સરખામણીએ મિલ્કતવેરાની આવકમાં માત્ર ર.૦૩ ટકાનો વધારો થયો છે જે રીબેટ યોજનાને આભારી હોવાનું માનવામાં આવે છે. ર૦ર૦-ર૧ ના વર્ષ દરમ્યાન મિલ્કતવેરાની કુલ આવક રૂા.૧૦૩પ.ર૮ કરોડ થઈ હતી જયારે “આત્મનિર્ભર” યોજના અંતર્ગત આપવામાં આવેલા રૂા.૮પ.પ૦ કરોડના વળતરની ગણત્રી કરવામાં આવે તો કુલ આવક રૂા.૧૧ર૦.૭૮ કરોડ હતી જેની સામે ર૦ર૧-રર માં ૪૦ ચો.મી.થી નાની રહેણાંક મિલ્કતોને ૧૦૦ ટકા માફી આપવામાં આવી છે જેની રકમ રૂા.૪૩ કરોડ થાય છે. જયારે રાજય સરકારના પરિપત્ર મુજબ એમ્યુઝમેન્ટ પાર્ટ, હોટેલ- રેસ્ટોરન્ટના ટેક્ષ પેટે રૂા.૪૬ કરોડની માંડવાળ કરવામાં આવી છે. જાેકે સદ્‌ર રકમ સરકાર તરફથી મનપાને પરત આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.