સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ છોડી આપ
સુરત, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આજે લોકગાયક વિજય સુવાળા સહિત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારે હવે સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. એક પછી એક દિગ્ગજાેના રાજીનામાના કારણે હાલ આમ આદમી પાર્ટીના ઉચ્ચપદના નેતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
અહીં નોંધનીય છે કે ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને આજે ભાજપમાં જાેડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં જાેડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે. ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જાેડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો.
મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે રાજકીય સંન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીને ત્રીજુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો ૪ મહિના પહેલા જ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો !SSS