Western Times News

Gujarati News

પક્ષી બચાવ અભિયાન -૨૦૨૨ અંતર્ગત 30 પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા

પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ, મા એનિમલ ફાઉન્ડેશન તથા હેપ્પી યુથ ક્લબ સંયુક્ત રીતે પક્ષી બચાવ અભિયાન -૨૦૨૨ અંતર્ગત ઉતરાયણના દિવસે ૩૦ પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા જેમાં એક કાગડો, એક બજરીગર, એક રેવિદેવી ઘુવડ, એક સમડી, ૨૫ કબૂતર, ૧ બ્લેક આઇબિસ હતું.

જ્યારે ઉત્તરાયણના બીજા દિવસે બપોર સુધી અન્ય ૨૪ પક્ષી બચાવવામાં આવ્યા હતા. જેમાં ૧ પોપટ, ૧ ચીબરી, ૧ ઘુવડ, ૨ સમડી તથા ૧૭ કબૂતર બચાવવામાં આવ્યા હતા. અમારા ભારે પ્રયાસ છતાં ૪ કબૂતરના મૃત્યુ થયા હતા. અમે પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૫ વર્ષથી પક્ષી બચાવ કામગીરી કરી રહ્યા છીએ.

આ વર્ષે આ કામ કુલ ૪ દિવસ સુધી ચાલશે. છેલ્લા કેટલાક વર્ષથી લોકોમાં પક્ષી બચાવવા અંગે જાગૃતિ આવી રહી છે, પરંતુ હજુ પણ ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે. (તસ્વીરઃ- જનક પટેલ, ગાંધીનગર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.