૨૦૦૦ વર્ષ પહેલા પણ થતી હતી એડવાન્સ સર્જરી: રિપોર્ટ

નવી દિલ્લી, મેડિકલ સાયન્સએ આજના યુગમાં એટલી પ્રગતિ કરી છે કે શરીરમાં મોટા ભાગના રોગોની સારવાર થઈ શકે છે, પરંતુ શું તે હજારો વર્ષ પહેલાં શક્ય હતું? જાે કોઈના અંગો તૂટી જાય તો શું તેને જાેડી શકાતા હતા? આ પ્રશ્નના જવાબમાં વૈજ્ઞાનિકોએ ૨,૦૦૦ વર્ષ જૂની ખોપરી શોધી કાઢી છે, જે સૂચવે છે કે આપણા પૂર્વજાે પણ ખૂબ બુદ્ધિશાળી હતા.
અમેરિકાના ઓક્લાહોમામાં મ્યુઝિયમ ઓફ ઓસ્ટિઓલોજીમાં એક ખોપરીમાં હજારો વર્ષ પહેલાં કરેલા એક મોટી સર્જરીના નિશાન મળ્યા છે. એવું માનવામાં આવે છે કે ખોપરીને ૨,૦૦૦ વર્ષ પહેલા ફ્રેક્ચર થયું હતું, જે ખૂબ જ અલગ પ્રકારની શસ્ત્રક્રિયા સાથે ઠીક કરવામાં આવ્યું છે.
ખોપરીને જાેતાં તે બતાવે છે કે તબીબી વિજ્ઞાન વિશ્વમાં પહેલેથી જ એકદમ અદ્યતન હતું. માનવામાં આવે છે કે આ ખોપરી યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકની છે. તેની ખોપરીમાં ફ્રેક્ચર થયા પછી તેની ખોપરી સાથે સર્જરી દ્વારા જાેડવામાં આવ્યું હતું. ફ્રેક્ચર એટલું ગંભીર હતું કે તે કોઈને મારી શક્યું હોત, અને જાે તે મટ્યું ન હોત, તો તે માણસ આજીવન અપંગ થઈ શક્યો હોત.
પેરુવન સર્જનોએ સૈનિકની તૂટેલી ખોપરીને ફ્યુઝ મેટલથી સીલ કરી દીધી હતી અને તેની સારવાર માટે તેને જાેડી દીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ ઘાયલ સૈનિક પણ બચી ગયો હતો. જાેકે તેના ફ્રેક્ચરને ઠીક કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી.
મ્યુઝિયમના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મ્યુઝિયમે તેને ૨૦૨૦માં પ્રદર્શિત કર્યું હતું. આ ખોપરીના ઇતિહાસ વિશે વધુ જાણકારી નથી, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ખોપરીના હાડકાને રિપેર કરવા માટે તે એકબીજા સાથે સજ્જડ રીતે જાેડાયેલું છે. તે એક સફળ સર્જરી હતી. માનવશાસ્ત્રીઓના મતે, પેરુના સર્જનો આવા ગંભીર ઘા ને મટાડવામાં નિષ્ણાત હતા. પ્રાચીન સમયમાં આવી શસ્ત્રક્રિયા યોદ્ધાઓ માટે પ્રતિષ્ઠાનો વિષય હતી.SSS