ઓનલાઈન સીરીયલ જાેવા દો નહીંતર મરી જઈશ
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ઓટીટીની બાળકો અને યુવાનો પર ગંભીર અસર પર સર્વે અને કાઉન્સીલીંગ કરાયું છે. જેમાં ૪ વર્ષના બાળકે ઉત્તરાયણ પર આગાશી પરની પારાપીટ પરથી એક પગ નીચે મૂકી જણાવ્યું છે કે ઓનલાઈન સીરિયલ નહિ જાેવા દયો તો આપઘાત કરી લઈશ.
જ્યારે અન્ય એક વાલીની ફરિયાદ હતી કે દીકરો ઓનલાઈન શિક્ષણના નામે ઓનલાઈન સીરીયલ અને શો જુએ છે અને કઈ કહીએ તો બુમબરાડા પાડે છે. લગભગ એક વર્ષ પસાર થવા આવ્યું છે, ત્યારે આપણે સમજી ચૂક્યાં છીએ કે, આગળ પણ આપણે ઓનલાઇન શિક્ષણ પર ર્નિભર રહેવું પડશે.
ગેજેટ્સના વધી રહેલા વપરાશ સાથે વાચન, સમજૂતી, પ્રેરણા અને શીખનારની સામેલગીરીમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જાેવા મળ્યું છે. શિક્ષણ અને સ્મૃતિની વાત આવે, ત્યારે ધ્યાન અથવા એકાગ્રતા મહત્વનું પાસું છે. અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, ધ્યાન આપવાનો સમય જેટલો ટૂંક હોય, શિક્ષણનું આઉટકમ પણ એટલું જ ઓછું હોય છે.
ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, તે પહેલાં માતા-પિતાને તેમનું બાળક શાળામાં યોગ્ય રીતે અભ્યાસ કરે છે, પણ ઘરે બરાબર અભ્યાસ કરતું નથી, તે બાબતે ચિંતા સતાવતી હતી. હવે જ્યારે ઓનલાઇન શિક્ષણ એક નિયમ બની ચૂક્યું છે, ત્યારે બાળકોનું ધ્યાન ઘરમાં ચાલી રહેલાં કાર્યો, પરિવારજનોની ચાલી રહેલી વાતચીતો, ટીવી પર ચાલી રહેલો કાર્યક્રમ વગેરે કારણોસર વિચલિત થાય છે અને જાે કોઇ તેમને જાેતું ન હોય, તો તેઓ બીજી કોઇ ઓનલાઇન પ્રવૃત્તિ કરવા લાગે છે.
આ તમામ બાબતોની વચ્ચે બાળકો જે શીખવવામાં આવે છે, તેના પર ભાગ્યે જ ધ્યાન આપે છે. તેઓ થાકી પણ જાય છે. એક પિતાએ ફરિયાદ કરી કે મારો પુત્ર મિત્રો પાસે પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા ટીવી પર આવતા શો વહેલા નિહાળવા માટે ઓટીટી જુએ છે. જ્યારે અન્ય વાલી કહે છે કે મારી દીકરીને ઓનલાઈન સીરિયલ અને વેબસીરીઝની લત લાગી છે. જેથી મહીને રૂપિયા ૩૦૦૦ જેટલો ખર્ચ થઈ જાય છે. હું મજૂર છું અને મને ખર્ચ પોષાતો નથી. કોઈ ઉપાય બતાવે.SSS