સિવિલ હોસ્પીટલ તથા બી.જે. મેડીકલ કોલેજ ફાયરવિભાગની એનઓસી વિના જ ચાલે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 01062019:સુરતની કરૂણ ઘટના બાદ રાજ્યના નાના-મોટા શહેરોમાં ફાયર સેફટીના સાધનો તથા એનઓસી અંગે સઘન ચેકીંગ શરૂ કર્યુ છે. પરંતુ ખાટલે જ મોટી ખોડ હોય તેમ સરકારી-અર્ધસરકારી કાર્યોલયો, હોસ્પીટલોમાં જ ફાયર સેફટીના સાધનો કે એનઓસી સર્ટીફિકેટ વગર જ ધમધમાટ ચાલતી હોવાના સમાચાર પ્રકાશમાં આવતા રાજય સરકાર ચોંકી ઉઠી છે. અને તાત્કાલિક ફાયર સેફટીફના સાધનો વિના જ સર્ટીફિકેટ મેળવી લેવા આદેશ કર્યો છે.
એશિયાની અગ્રણી હોસ્પીટલમાંંની એક એવી અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં જ ટ્રોમા સેન્ટરમાં એનઓસી નહીં હોવાની તથા બી જે મેડીકલ કોલેજમાં પણ એનઓસી સર્ટીફિકેટ ન હોવાના સમાચાર પ્રકાશમાં આવતાં જ રાજ્યના આરોગ્યમંત્રી દોડતા થઈ ગયા છે. ટ્રોમા સેન્ટર જ્યાં ખુબ જ ગંભીર હાલતમાં દર્દથી પીડાતા દર્દીઓને સારવાર મળે તે માટે આ સેન્ટરમાં લાવવામાં આવતા હોય છે. પરંતુ એવા મહ¥વના સેન્ટરોમાં જ ફાયર સેફટીનો અભાવ જાવા મળે છે. સુરત જેવી કરૂણ દુર્ઘટના સર્જાય તો ટ્રોમામાં સારવાર લઈ રહેલા દર્દીઓની પરિÂસ્થતિ કેવી થાય? એની કલ્પના જ કરવી રહી!!
આ સમાચાર અંગે સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.પ્રભાકરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સિવિલ હોસ્પીટલમાં ફાયર સેફટીના પુરતા સાધનો છે અને ગમે એવી ઈમરજન્સીમાં પણ દર્દીઓને મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પીટલ બાદ બી. જે. મેડીકલ કોલેજમાં પણ ફાયર સેફટીના સાધનો પુરતા ન હોવાનું તથા ફાયરબ્રિગેડનું એનઓસી સર્ટીફિકેટ ન હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જા કે બી.જે.મેડીકલ કોલેજના ડીન આ અંગે બચાવમાં જણાવે છે કે ફાયર સેફટીના સાધનો પુરતા અને ચાલુ હાલતમાં છે. સિવિલ હોસ્પીટલ તથા સરકારી અન્ય હોસ્પીટલોમાં રાજય સરકારનુ આરોગ્ય મંત્રાલય દ્વારા ચકાસણી થાય તથા રાજ્યની જે જે સરકારી અર્ધ સરકારી હોસ્પીટલોમાં ફાયર સેફટીના સાધનોની અછત વર્તાય તથા અનેઓસી અંગે ચકાસણી કરી તાત્કાલિક તે સંદર્ભે વ્યવસ્થા કરે એવું ચર્ચાઈ રહ્યુ છે.