Western Times News

Gujarati News

ભગવંત માન આપના મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર જાહેર

નવીદિલ્હી, પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ? આખરે અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી દીધી. આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવી. પાર્ટીએ કહ્યું કે જાે પંજાબમાં તેમની સરકાર બનશે તો ભગવંત સિંહ માનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. પંજાબના સીએમની પસંદગી માટે ૨૧ લાખ ૫૯ હજાર લોકોએ મત આપ્યા જેમાં ૯૩.૩ ટકા લોકોએ ભગવંત સિંહ માનને સીએમ તરીકે પસંદ કર્યા છે.

તેમણે કહ્યું કે ભગવંત સિંહ માન મારા નાના ભાઈ જેવા છે. પરંતુ જાે હું તેમના નામની જાહેરાત પહેલા કરત તો લોકો આરોપ લગાવત કારણ કે મોટાભાગના લોકો ભાઈ ભત્રીજાવાદ જ કરે છે. પરંતુ અમારી પાર્ટીએ સીએમની પસંદગી માટે લોકતાંત્રિક રીત અપનાવી. દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટીએ સીએમના ચહેરા માટે લોકો પાસે અભિપ્રાય માંગ્યા છે.

આ અગાઉ આમ આદમી પાર્ટીએ ૧૭ જાન્યુઆરી સાંજે ૫ વાગ્યા સુધી લોકો પાસે મુખ્યમંત્રી ઉમેદવાર માટે અભિપ્રાય માંગ્યા હતા. આપનો દાવો છે કે પંજાબમાં છછઁ ના સીએમ ઉમેદવાર બનવા માટે ૨૧ લાખથી વધુ લોકોએ પોતાના અભિપ્રાય મોકલ્યા છે. દાવા મુજબ ૧૭ જાન્યુઆરી સુધીમાં ૨૧.૫૯ લાખ લોકોએ વોટ્‌સએપ, કોલ અને મેસેજ પર સીએમ ઉમેદવારના ચહેરા માટે સૂચનો આપ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.