દરેક મત મહત્વનો, લોકોને જાગૃત કરવા જરુરીઃ મોદી

નવી દિલ્હી, યુપીમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આજે પીએમ મોદી વારાણસીમાં ભાજપના કાર્યકરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. તેમણે કાર્યકરોને કહ્યુ હતુ કે, દરેક મત મહત્વનો છે.લોકોને મતદાનના મહત્વને લઈને જાગૃત કરવા જાેઈએ.
ઉપરાંત સજીવ ખેતી માટે કાર્યકરો ખેડૂતોને જાગૃત કરે અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં લોકોને જાેડે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તમારે ખેડૂતો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવાની જરુર છે.ખેડૂતોને રસાયણ મુક્ત ખાતરનો ઉપયોગ કરીને સજીવ ખેતીના ફાયદા સમજાવવાની જરુર છે.
પીએમ મોદીએ કાશીના લોકોને જેનાથી ફાયદો થઈ રહ્યો છે તેવી કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યકરોને નમો એપમાં કમલ પુષ્પ નામના સેક્શનમાં જઈને ભાજપના પ્રેરણાદાયી કાર્યકરો અંગેની જાણકારી મેળવીને શેર કરવા માટે પણ અપીલ કરી હતી.SSS