રોગના લક્ષણોના મામલે માલેતુજારો -ગરીબ વર્ગ વચ્ચે વિપરીત ચિત્ર

પ્રતિકાત્મક
પશ્ચિમમાં પુનઃ કોરોનાના કેસ વધ્યા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પાછલા લગભગ બે વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં જનજીવન પર કોરોનાની માઠી અસર પડી છે. બિંદાસ્ત-બેફીકર રીતે જીવાતા જીવન પર જાણે કે લગામ આવી ગઈ છે. સામાન્ય શરદી, ઉધરસથી માણસ ગભરાવા લાગ્યો છે. પાછલા કેટલાંક દિવસોથી કોરોના -ઓમિક્રોન બંન્ને પ્રકારના કેસોની સંખ્યા વધી રહી છે. કોરોનાકાળમાં સમાજમાં બે તસ્વીરો ઉભરીને બહાર આવી છે.
એક માલેતુજાર- ઉચ્ચ મધ્યમ વર્ગ તો બીજાે ગરીબ તથા એકંદરે મધ્યમ વર્ગ, કોરોનાના સમયમાં બે ચિત્રોએ સમાજને વિભાજીત કર્યુ. કોરોનાથી જેટલો ફફડાટ માલેતુજાર- ઉચ્ચ મધ્યમવર્ગમાં જાેવા મળ્યો તેનાથી વિપરીત ચિત્ર અન્ય વર્ગોમાં જાેવા મળ્યેુ છેે.
સામાન્ય શરદી, ખાંસીમાં અનેક પ્રકારના ટેસ્ટ કરાવનાર માલેતુજાર-ઉચ્ચત્તર મધ્યમ વર્ગની સામે ગરીબ વર્ગ તો સામાન્ય શરદી, ઉધરસને ગણકારી પણ નહોતી.
જાે કે કોરોનાની અસર સાવર્ત્રિક રીતે તમામ વર્ગ પર જાેવા મળી હોવા છતાં અવલોકન કરતા એ નજરે પડયુ છે કે ગરીબ વર્ગ (ખડતલ વર્ગ) ની અંદર દર ૧૦ માંથી એકાદ બે કિસ્સામાં કોરોનાના કેસ જાેવા મળતા હતા. તો તેની સામે માલેતુજાર-ઉચ્ચ મધ્યમ વર્ગમાં ડબલ કરતાં વધારે કેસ જાેવા મળ્યા હતા. આ વખતે પણ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે. ગરીબ વર્ગની રહેણીકરણી-ખાવા-પીવાની પધ્ધતિ અને જીનેટીક (વારસાગત) સહિતના લક્ષણોને કારણે શરદી-ખાંસી તેમની આજુબાજુ ફરકી શકતા નથી.
તો સામે પક્ષે અનેક પ્રકારની દવાઓ લેવા છતાં માલેતુજાર વર્ગમાં નાનો રોગ પણ મોટુ સ્વરૂપ ધારણ કરી લેે તો હોય એવુ જાેવા મળતુ હોય છે. અઠવાડિયા સુધી ફેમિલી ડોક્ટરની દવાઓથી ફરક નહીં પડતા એમ.ડી. ને બતાવવા જવુ પડે છે. મતલબ એ ગરીબ વર્ગ મહેનતુ અને ખડતલ જાેવા મળે છે.
જ્યારે મોટેાભાગે અમીરો અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં રોગ (ડાયાબિટીસ, પ્રેશર સહિત)નુૃ પ્રમાણ સવિશેષ જાેવા મળે છે.જેનુૃ કારણ છે ફાસ્ટ ફૂૈડ, રાત્રીના ઉજાગરા, તથા જીનેટીક કારણોસર જ કોરોનાના કેસ વિશેષ જાેવા મળ્યા હતા એવુૃ કહવુ કદાચ ખોટુ નહીં હોય. ગામડાઓમાં શહેરના પ્રમાણમાં સ્થિતિ ઓછી કથળેલી જાેવા મળે છે. હાલમાં અમદાવાદ- સુરત જેવા શહેરોમાં કેસ વધારે જાેવા મળી રહ્યા છે.