રાજયના ખેડૂતો – પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર કટિબદ્ધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે કૃષિકારો અને પશુપાલકો માટે અનેકવિધ મહત્વના નિણર્યો કરી સુશાસનની પ્રતિતિ કરાવી
(માહિતી) અમદાવાદ, રાજયના કૃષિ પાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સત્તાના સુત્રો સંભાળ્યા બાદ તેમના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે માત્ર ૧૨૧ દિવસના સુશાસન અંતર્ગત જનસેવાની પરિશ્રમ યાત્રા દરમ્યાન ખેડૂતો અને પશુપાલકો માટે અનેકવિધ મહત્વના ર્નિણયો કર્યા છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે જ્યારે જ્યારે કુદરતી આપદા આવી ત્યારેત્યારે ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને તેમનું બાવડું પકડીને બેઠા કરવાનો અપ્રતિમ પ્રયાસ રાજ્ય સરકારે હરહંમેશ કર્યો છે અને કરતી રહેશે. તેમણે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે વધુ સદ્ધર બન્યા છે.
કૃષિમંત્રીશ્રીએ ૧૨૧ દરમ્યાન રાજ્ય સરકારે કરેલ કામગીરીની મીડિયાને વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં ચાર જીલ્લા (જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ)ના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કરાયુ હતુ.
જે અન્વયે આજદીન સુધી ૨.૨૧ લાખ ખેડૂતોને રૂ. ૪૪૨.૩૧ કરોડનું ચૂકવણું કરી દેવામા આવ્યુ છે. જ્યારે બીજા તબક્કામાં નવ જીલ્લાઓ (અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ અને વડોદરા)ના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ છે. જે અન્વયે આજ દિન સુધી ૯૬ હજાર ખેડૂતોને રૂ. ૯૯.૦૮ કરોડનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ૧૦૦ કરોડનું ફંડ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિરો, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સની સુવિધાઓ વિકસાવાશે. આ સમયમાં ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવેલ છે.
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન હેતુ મોબાઈલ એપ્લીકેશન, ઈ-રીક્ષા લોન્ચ કરવામાં આવી છે. જેથી પ્રાકૃતિક ઉત્પાદનને મોટું બજાર મળી રહે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી સરકારમાં ૧૨૧ દિવસમાં થયેલ કામગીરીની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે,પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે યોજનાના ૧૦માં હપ્તા પેટે દેશના ૧૦.૦૯ કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. ૨૦,૦૦૦ કરોડ પૈકી રાજ્યના ૫૭.૪૮ લાખ પરિવારોને રૂ. ૧૧૪૯ કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી છે.
તે ઉપરાંત રાજ્યમાં ખરીફ-૨૧ માટે તા.૧૭.૦૧.૨૦૨૨ અંતિત કુલ ૧૨૭ ખરીદ કેન્દ્રો ખાતેથી કુલ ૪૨૮૧૮ ખેડૂતો પાસેથી કુલ ૮૦૭૬૨.૫૮ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. જેનું મૂલ્ય કુલ રૂ. ૪૪૮.૩૦ કરોડ થાય છે.
જ્યારે રાજ્ય સરકાર દ્વારા તા.૧૪ ડિસેમ્બર થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન “એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ – એન્ટરીંગ ઇન ન્યુ એરા ઓફ કો-ઓપરેશન” વિષય પર આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ ખાતે પ્રિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧નું આયોજન કરવામા આવ્યુ હતું.
સમિટના ઉદ્ઘાટન પ્રસંગે રૂ. ૨૩૭૭ કરોડના નવ એમઓયુ કરવામાં આવેલ હતા. તેમજ પ્રાકૃતિક ખેતી વિષય પરના રાષ્ટ્રીય સંમેલનમાં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો, ખેડૂત સંગઠનો, સહકારી સંસ્થાઓ, ૧૫૦૦ કૃષિ વૈજ્ઞાનિકો, વિદેશી આમંત્રિતો અને ૧૦૦ જેટલા એગ્રો પ્રોસેસિંગ સાથે જાેડાયેલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા. ૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન સુશાસન સપ્તાહ ઉજવણી ઉજવવાનો ર્નિણય કરેલ હતો. જે અન્વયે તા. ૨૮/૧૨/૨૦૨૧ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતલક્ષી કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખેડૂતલક્ષી પ્રાકૃતિક ખેતી અંગેનું નિદર્શન, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ તથા પશુઆરોગ્ય મેળાનું આયોજન, વિવિધ કૃષિલક્ષી યોજનાઓના મંજૂરી હુકમ વિતરણ તેમજ તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે છત્રીઓનું મંત્રીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓના કુલ ૩૨૧૭૯ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજ્યમાં જુદી જુદી યોજના હેઠળ કૃષિ, બાગાયત તેમજ પશુપાલક એમ કુલ ૮૧૭૭ લાભાર્થીઓને અંદાજીત કુલ રકમ રૂ.૧૫૯૧.૧૪ લાખની રકમની સહાય/ મંજૂરીપત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ અગાઉ ટ્રેક્ટરમાં ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/-ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/-ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચુકવવામાં આવતી હતી.
જે હવે રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને આગામી વર્ષ ૨૦૨૨-૨૩થી ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/-ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૭૫૦૦૦/-ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ચુકવવા દરખાસ્ત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કુલ ૧૩૫૭ પશુઓમાં બૃસેલ્લોસીસ રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં રૂ. ૧૦ લાખના ખર્ચે દૂધઘરના એક મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. રૂ. ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનું સોજીત્રા, જી.આણંદનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના કુલ ૩૫૩ પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.