Western Times News

Gujarati News

મેઘરજના બહેડઝ ગામે વન્ય પ્રાણીએ પાડીનુ મારણ કરતા પંથકની પ્રજામાં ભયનો માહોલ

અરવલ્લી:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ડુંગરની તળેટીમાં આવેલ બહેડઝ ગામે અરવલ્લીની ગીરીમાળાઓમાંથી નીચે ઉતરી આવી અજાણ્યા વન્ય પ્રાણીએ તબેલામાં બાંધેલ પાડીનુ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે અને વન્યપ્રાણી વાઘ હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

 મેઘરજનુ બહેડઝ ગામ અરવલ્લીની ગીરીમાળાઓમાં અને ડુંગરની તળેટીમાં આવેલ ગામ છે અને આ અરવલ્લીની ગીરીમાળાઓ છૈક રાજસ્થાન સુધી વીસ્તરેલી છે ત્યારે આ ગામમાં અને બહેડઝ ચોકડી પર અવારનવાર વન્યપ્રાણીઓ દેખાયા છે જેમાં એક ઈસમે કેટલાક દિવસ અગાઉ સવારે સાડા પાંચેક વાગે  વૈયા ગામે રોડ પર પસાર થતો વાઘ જોયો હતો તેમજ એક તબેલા પાસે અને વૈયા ગામે એક ભેંસ ઉપર હુમલો કરી ભેંસને ગળાના ભાગે દાંત ગુસાડ્યા હતા આમ લોકોએ વાઘને નજરોનજર જોયો હોવાની ચર્ચાએ છેલ્લા કેટલાય સમયથી જોર પકડ્યુ છે

ત્યારે ગુરૂવારના રોજ બહેડજ ગામમાં નવારાત્રી મહોત્સવના ગરબા ચાલુ હતા તે દરમિયાન જંગલ વિસ્તારમાંથી ઉતરી આવી નટવરસિંહ રામસિંહ જાડેજાના ઘર પાછળ બનાવેલ વરંડામાં બાંધેલ પશુઓમાંથી પાડી પર વન્યપ્રાણીએ જીવલેણ હુમલો કરી પાડીનુ મારણ કર્યુ હતુ તે દરમિયાન પશુઓએ પણ બુમરાણ કર્યુ હતુ પરંતી નવરાત્રીના લાઉડ સ્પિકરોના અવાજના લીધે બુમરાણ લોકોને ન સંભળાયુ હોવાનુ જણાયુ છે

ત્યારે આ પરીવાર નવરાત્રીના ગરબા જોઈને સાડા અગિયારેક વાગે ઘરે પરત આવી તબેલામાં જોતા તબેલામાંથી વન્યપ્રાણી નાસી ગયુ હોવાનો અવાજ સંભળાયો હતો અને તબેલામાં જોતા પાડી ફાડી ખાધેલ હાલતમાં મરણ ગયેલ હતી અને વન્યપ્રાણીના પંજાના નિશાન જોતા વાઘના પંજાના નિશાન હોવાનુ જણાતા આજુબાજુ પંથકના વીસેક ગામડાઓમાં વન્ય પ્રાણીએ કરેલ હુમલાથી પશુપાલકો અને પ્રજામાં ફફડાટ ફેલાયો છે અને હવે તો વાઘના પુરાવા સ્પષ્ટ છે

છતાં વનવિભાગ પુરાવાને આધિન કાર્યવાહી હાથ ધરે નહીતર અવારનવાર નીર્દોષ અને કીમતી પશુઓના ભોગ લેવાતા રહેશે તેમજ અવારનવાર હુમલો કરતુ વન્યપ્રાણી અંગે વનવિભાગ ધ્વારા ચૌક્કસ દીશામાં તપાસ હાથ ધરી પંથકની પ્રજામાં ભયનો માહોલ ઓછો કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.