સુરતની સાડીઓનો યુપીની ચૂંટણીમાં દબદબો રહેશે
સુરત, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીન ફરીથી બીજી વખત યુપીમાં જીતાડવા માટે સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડી બનાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. જાે રામ કો લાએ હે હમ ઉનકો લાયેંગે ફિર સે , ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે’ના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે.
સાડીના પલ્લુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જેવી રીતે ૭૦ વર્ષમાં પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યો છે.
તેનો સંપૂર્ણ શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે એટલા માટે આ વખતે ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તે માટે સુરતમાંથી થ્રિડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે અને યુપી મોકલવામાં આવશે. પ્રથમ ૧૦૦૦ સાડી અન્ય સમાજની મહિલાઓને મફતમાં આપવામાં આવશે અને ત્યારબાદ ઓર્ડર પ્રમાણે સુરતથી સાડી મોકલવામાં આવશે.
ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે’ના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે. સાડીના પલ્લુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. તયારે આ વખતની ચૂંટણી ખુબજ રસ્પદ બનશે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ, બસપા, સપા, કોંગ્રેસ અને આરએલડીએ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તમામ રાજકીય પક્ષોની યાદીમાં ઉમેદવારોની જ્ઞાતિનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે ૧૦૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
ભાજપે ૬૩ ધારાસભ્યોને ફરી રિપીટ કર્યા છે, જ્યારે ૨૦ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે ભાજપે ૨૧ નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણી કરી છે. ભાજપે ર્ંમ્ઝ્ર, જીઝ્ર અને મહિલાઓને ૬૮ ટકા બેઠકો આપી છે. ભાજપે ઓબીસીને ૪૪, એસસીને ૧૯ અને મહિલાઓને ૧૦ ટિકિટ આપી છે.SSS