Western Times News

Gujarati News

UTI મ્યુચ્યુઅલ ફન્ડ રજૂ કરે છે ‘યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ’

યુટીઆઇ મ્યુચ્યુઅલ ફન્ડ (UTI) એ ‘યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ’ નામની ઓપન-એન્ડેડ સ્કીમ લોંચ કરી છે, જે એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) ને ટ્રેક કરે છે.

ન્યૂ ફન્ડ ઓફર (NFO) 19 જાન્યુઆરી, 2022નાં રોજ ખૂલશે અને 24 જાન્યુઆરી, 2022નાં રોજ બંધ થશે. 1 ફેબ્રુઆરી, 2022થી આ સ્કીમ ‘ઓનગોઇંગ બેઝિસ’ પર સબસ્ક્રિપ્શન અને રિડમ્પશન માટે પુનઃ ખૂલશે.

આ સ્કીમનો રોકાણનો હેતુ એવું વળતર (ખર્ચ પહેલાં) આપવાનો છે જે ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ ધરાવતી સિક્યોરિટીઝનાં કુલ વળતર જેટલું હોય, જે ટ્રેકિંગ એરરને આધીન છે.  જો કે, સ્કીમના રોકાણના હેતુ હાંસલ થશે એની કોઈ ગેરન્ટી કે ખાતરી નથી.

આ સ્કીમના ફન્ડ મેનેજર શરવન કુમાર ગોયલ છે. આ પ્રસંગે હેડ (પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસ) શરવન કુમાર ગોયલે જણાવ્યું હતું કે, “યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ લો-કોસ્ટ ઇન્ડેક્સ ફન્ડ છે, જે એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સને નિષ્ક્રિય રીતે ટ્રેક કરશે.

આ સ્કીમ ટ્રેકિંગ એરર  ઘટાડીને અન્ડરલાઇંગ ઇન્ડેક્સની સમકક્ષ વળતર હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ સ્કીમનો હેતુ બ્લુચિપ કંપનીઓના શેરોની વૃધ્ધિનો શિસ્તબધ્ધ રીતે લાભ ઉઠાવવાની તક પૂરી પાડે છે.”

યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ ભારતીય અર્થતંત્રના ચાવીરૂપ સેક્ટર્સની અત્યંત લિક્વિડ અને નાણાંકીય રીતે સક્ષમ 30 કંપનીઓના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં રોકાણની તક પૂરી પાડશે. બીએસઇમાં લિસ્ટેડ એવી ટોચની 30 કંપનીઓમાં ઓછા ખર્ચે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આ સ્કીમ યોગ્ય છે.

યુટીઆઇ સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડના મહત્વનાં પાસાઃ પાત્ર રોકાણકારો: આ સ્કીમ રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ્સ, નોન-રેસિડન્ટ ઇન્ડિયન્સ, બેન્ક્સ, માન્ય ટ્રસ્ટો, નાણાં સંસ્થાઓ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.