આઝાદીના અમૃત મહોત્સવમાં ૧૦ હજાર કાર્યક્રમો દ્રારા ૧૦ કરોડ લોકો સુધી પહોંચવાનો અંદાજ

આઝાદીના અમૃત મહોત્સવથી ‘સ્વર્ણિમ ભારત તરફ’ કાર્યક્રમની શરૂઆત કરશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
આઝાદીના અમૃત મહોત્સવથી ‘સ્વર્ણિમ ભારત તરફ’ કાર્યક્રમની ભવ્ય શરૂઆત ૨૦ જાન્યુઆરી, ૨૦૨૨ની સવારે ૧૦.૩૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી કરશે. બ્રહ્માકુમારી સંસ્થા તથા ભારત સરકારના સાંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આ મહોત્સવની શરૂઆત
સંસ્થાના સાકાર સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાની ૫૩મી પુણ્યતિથીના અવસર પર કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમને રાજસ્થાનના રાજ્યપાલશ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીશ્રી કિશન રેડ્ડી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધિત કરશે. સંબોધન બાદ વડાપ્રધાનશ્રી રાષ્ટ્રીય સ્તર પર ચાલનાર બ્રહ્માકુમારીઝના સાત અભિયાનોનો લીલી ઝંડી બતાવી શરૂઆત કરશે.
કાર્યક્રમની જાણકારી આપતા બ્રહ્માકુમારીઝ સંસ્થાના કાર્યકારી સચિવ બી.કે.મૃત્યુંજય એ જણાવેલ કે બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રાતનમોહિનીની અધ્યક્ષતામાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય સંમેલન અને અભિયાનમાં દેશ જ નહીં પણ વિદેશથી પણ ઘણી ખ્યાતનામ હસ્તીઓ ઓનલાઇન સામેલ થશે.
ન્યૂયોર્કથી બ્રહ્માકુમારી સંસ્થાના અધિક મુખ્યપ્રશાસિકા રાજયોગીની બી.કે.મોહિની ઉપસ્થિત પ્રતિભાગીઓને ઈશ્વરાનુભૂતિ કરાવશે. આ અવસર પર ગ્રેમી એવૉર્ડથી સન્માનિત એકટર રિકી કેજ દ્વારા વિડીઓ આલબમ પણ રીલીઝ કરવામાં આવશે.
આ અભિયાનોની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કરશે શરૂઆત: બ્રહ્માકુમારી સંસ્થા સમાજમાં જાગૃતતા તથા એક બહતર સમાજ માટે અલગ અલગ પ્રભાગો દ્રારા ‘મારુ ભારત સ્વસ્થ ભારત’ તળે વેકસીનેશન અભિયાન, ‘આત્મનિર્ભર ખેડૂત’ તળે ખેડૂતોમાં યોગીક અને ઓર્ગેનિક ખેતીની જાગૃતતા, મહિલાઓ – નવા ભારતની ધ્વજવાહક અભિયાન,
‘અનદેખા ભારત’ નામથી સાયકલ રેલી, માર્ગ સુરક્ષા માટે દેશભરમાં ૧૫૦ બાઇક રેલી, સાથે સાથે આબૂરોડ થી દિલ્લી જનારી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મોટર સાઇકલ રેલી, યુવાઓને સશક્ત બનાવવા માટે બસ યાત્રા , સ્વચ્છ ભારત અભિયાનને વડાપ્રધાનશ્રી લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવશે.
આ અભિયાનો દેશભરમાં બ્રહ્માકુમારીઝ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. વર્ષ સુધી ચાલનાર આ અભિયાનોના ૧૦ હજાર કાર્યક્રમો દ્વારા ૧૦ કરોડ લોકોને જાગૃત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. આનું સમાપન વિશાળ રૂપમાં સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન, આબુરોડ ખાતે ૪ થી ૮ નવેમ્બર,૨૦૨૨૨ એ કરવામાં આવશે.