Western Times News

Gujarati News

ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરમાં આધુનિક iCNG ટેકનોલોજી રજૂ કરી

અતુલનીય કામગીરી, કક્ષામાં અવ્વલ સુરક્ષા, ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી અને આકર્ષક ફીચર્સ સાથે સીએનજી બજારમાં ક્રાંતિ

નવી આઈસીએનજી ટેકનોલોજી સાથે અતુલનીય કામગીરી- તેના સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી સીએનજી કાર.

એકદમ આરામ અને સુવિધા માટે ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી ફીચર્સ- સીએનજીમાં સીધું સ્ટાર્ટ, સિંગલ એડવાન્સ ઈસીયુ, ફ્યુઅલ્સ વચ્ચે ઓટો સ્વિચઓવર.

મુંબઈ, ભારતની અગ્રણી ઓટોમોબાઈલ બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ ટિયાગો અને ટિગોરમાં આધુનિક આઈસીએમજી ટેકનોલોજી લોન્ચ કરી હતી. આઈસીએનજી પાવર્ડ વાહનો અતુલનીય કામગીરી સાથે આનંદિત  ગ્રાહક અનુભવ આપે છે, કક્ષામાં અવ્વલ સુરક્ષા આપે છે અને સેગમેન્ટમાં પ્રથમ ટેકનોલોજીઓ અને આશાસ્પદ ઝંઝટમુક્ત માલિકી સહિત ફીચર્સની આર્ષક શ્રેણીઓ સાથે આવે છે.

આ લોન્ચ સાથે ટાટા મોટર્સે સીએનજી બજારમાં તેનું સ્થાન મજબૂત બનાવવાની યોજના બનાવી છે, જે ગ્રાહકોને કોઈ પણ બાંધછોડ વિના સ્ટાઈલમાં ડ્રાઈવ કરવા અને અનુભવ લેવા સશક્ત બનાવને છે. ભારતમાં સીએનજી બજારની રેખામાં ટાટા મોટર્સની નવી આઈસીએનજી શ્રેણી ટિયેગો આઈસીએનજી માટે એક્સ- શોરૂમ દિલ્હી રૂ. 6,09,900 થી શરૂ થતી કિંમતે કંપનીનાં અધિકૃત સેલ્સ આઉટલેટ્સ ખાતે મળશે.

આ લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે કિફાયતી પર્સનલ મોબિલિટી તેમજ હરિત, ઉત્સર્જન અનુકૂળ મોબિલિટી માટે માગણી ઝડપથી વધી રહી છે.

સીએનજી પાવર્ડ વાહનોના ઝડપથી વૃદ્ધિ પામતા સેગમેન્ટમાં આ પ્રવેશ સાથે અમે અમારા ઈચ્છનીય ગ્રાહકોને વધુ પસંદગી આપી રહ્યા છીએ. અમારી આઈસીએનજી રેન્જ અતુલનીય. કામગીરી, વ્યાપક શ્રેણીનાં પ્રીમિયમ ફીચર્સ, અપમાર્કેટ ઈન્ટીરિયર્સ અને બાંધછોડ વિનાની સુરક્ષા સાથે આનંદિત અનુભવ આપે છે.

ડિઝાઈન, પરફોર્મન્સ, સેફ્ટી અને ટેકનોલોજીના ચાર પાયા પર વિકસિત સમૃદ્ધ આઈસીએનજી ટેકનોલોજીથી કાર્સ અને એસયુવીની અમારી લોકપ્રિય ન્યૂ ફોરેવર શ્રેણી પ્રત્યે આકર્ષણ ઓર વધારશે, જે વૃદ્ધિ માટે નવાં દ્વાર ખોલી નાખશે.

નવી ટિયાગો આઈસીએનજી અને ટિગોર આઈસીએનજી રેવોટ્રોન 1.2 લિ બીએસ 6 એન્જિન દ્વારા પાવર્ડ છે, જે 73 પીએસનો મહત્તમ પાવર પેદા કરે છે, જે આ સેગમેન્ટમાં કોઈ પણ સીએનજી કાર માટે સર્વોચ્ચ છે.

આઈસીએનજી કાર્સ કક્ષામાં અવ્વલ ટેકનલોજી અને ફીચર્સ સાથે આવે છે, જે પેટ્રોલથી સીએનજી અને તેથી વિપરીત સ્થિતિમાં બેજોડ કામગીરી અને ફ્યુઅલ મોડ્સનું આસાન શિફ્ટિંગ પ્રદાન કરવા માટે પ્રોગ્રામ્ડ છે, જે તેમના ગ્રાહકો માટે બાંધછોડ વિનાનો અનુભવ આપે છે.

સીએનજીના ગ્રાહકોને પસંદગી માટે વ્યાપક શ્રેણી આપવાના પ્રયાસમાં ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરની ટ્રિમ લેવલ્સમાં તેનાં આઈસીએનજી વાહનો રજૂ કર્યાંછે. કિંમતની યાદી નીચે મુજબ છેઃ

ન્યૂ ફોરેવર ફિલોસોફીની રેખામાં આઈસીએનજી કાર્સ ચાર મુખ્ય પાયા પર મજબૂત ઊભી છેઃ

·         અતુલનીય કામગીરીઃ કક્ષામાં અવ્વલ પાવર, આસાન મેનુવરેબિલિટી, દરેક માર્ગ પર સહજ ડ્રાઈવિંગ અને રિટર્ન્ડ સસ્પેન્શન સાથે ટિયાગો અને ટિગોર સીએનજી નિઃશંક રીતે તેમના સંબંધિત સેગમેન્ટમાં અત્યંત શક્તિશાળી સીએનજી કાર્સ છે.

·         આઈકોનિક સેફ્ટીઃ સુરક્ષાના સિદ્ધ મંચ પર નિર્મિત બંને કાર્સ ડ્યુઅલ એરબેગ્સ, ઈબીડી સાથે એબીએસ અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ જેવાં સ્ટાન્ડર્ડ સુરક્ષાનાં ફીચર્સના સમાવેશ સાથે અત્યંત મજબૂત સ્ટીલનો ઉપયોગ કરે છે.

·         ઈન્ટેલિજન્ટ ટેકનોલોજીઃ સિંગલ એડવાન્સ ઈસીયુ, ફ્યુઅલ્સ વચ્ચે ઓટો સ્વિચઓવર, સીએનજી (સેગમેન્ટમાં પ્રથમ)માંથી સીધું સ્ટાર્ટ, ઝડપી રિફ્યુઅલિંગ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે ટિયાગો અને ટિગોર સીએનજી તેમના મિલિકોને અત્યંત આરામ અને સુવિધા આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે.

·         આકર્ષક ફીચર્સઃ બંને કાર ગ્રાહકો આનંદિત માલિકી અનુભવ કરે તેની ખાતરી રાખવા માટે ફીચર્સથી સમૃદ્ધ છે. ટિયાગો આઈસીએનજી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઈડી ડીઆરએલ, એક્સટીરિયર્સ પર ક્રોમ એમ્બેલિશમેન્ટ્સ અને પ્રીમિયમ બ્લેક અને બીજ ડ્યુઅલ ટોન ઈન્ટીરિયર્સ જેવાં નવા ફીચર્સ સાથે આવે છે, જ્યારે ટિગોર આઈસીએનજી રેઈન સેન્સિંગ વાઈપર્સ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, ડ્યુઅલ ટોન રૂફ, નવું સીટ ફેબ્રિક અને નવા ડ્યુઅલ ટોન બ્લેક અને બીજ ઈન્ટીરિયર્સ જેવાં ફીચર્સ સાથે સમૃદ્ધ આવે છે.

ઉપરાંત વર્તમાન કલર પેલેમાં ઉમેરો કરતાં કંપનીએ ટિયાગોમાં નવો મિડનાઈટ પ્લમ અને ટિગોરમાં મેગ્નેટિક રેડ રજૂ કર્યો છે. બંને કાર 2 વર્ષ અથવા 75,000 કિમીની વોરન્ટીમાંથી જે પણ વહેલા આવે તે બધા ગ્રાહકો માટે સ્ટાન્ડર્ડ વિકલ્પ તરીકે આવે છે.

વધુ વિગતો માટે કૃપા કરીને જોડેલો વિગતવર્ણન પત્રક જુઓ અથવા વેબસાઈટ https://cars.tatamotors.com/cars ની વિઝિટ કરો. ગ્રાહકો વેબસાઈટ પર પૂછપરછ, ટેસ્ટ ડ્રાઈવ માટે વિનંતી, બુકિંગ્સ કરવા સાથે તેમના અગ્રતાના ફાઈનાન્સિંગ વિકલ્પ પણ પસંદ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.