Western Times News

Gujarati News

5G લીધે યુએસની ફ્લાઈટમાં એર ઇન્ડિયા રદ કે ફેરફાર કરશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમેરિકામાં ૧૯ જાન્યુઆરીથી ૫જી ઈન્ટરનેટના કારણે અમેરીકી ફ્લાઈટ્‌સને રદ અથવા તો ફેરફાર કરવો પડશે. યુએસ ઉડ્ડયન નિયામક ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, ૫જીના કારણે વિમાનના રેડિયો અલ્ટીમીટર એન્જિન અને બ્રેક સિસ્ટમમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી રનવે પર વિમાનને લેન્ડ થવામાં અવરોધ ઊભો થઈ શકે છે.

નવા ૫જી વાયરલેસ નેટવર્કની જમાવટની ચિંતા અને મુખ્ય એરક્રાફ્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ અને રેડિયો પર તેની અસર પડી શકે તેવી ચિંતા વચ્ચે અમીરાત જાપાન એરલાઇન્સ, એર ઇન્ડિયા અને ઓલ નિપ્પોન એરવેઝ સાથે યુનાઇટેડ સ્ટેટ્‌સની મોટાભાગની ફ્લાઇટ્‌સ રદ કરવામાં જાેડાઈ છે.

બહુવિધ એરલાઇન્સ ચિંતિત છે કે સી-બેન્ડ ફ્રીક્વન્સી પર યુએસ ૫જી રોલઆઉટ “રેડિયો અલ્ટિમીટર દ્વારા ઉપયોગમાં લેવાતી આવર્તનની ખૂબ નજીક છે” અમેરિકી વિમાન કંપનીઓએ એફએએને સોમવારે પત્ર લખીને કહ્યુ હતુ કે, ૫જીના કારણે વિમાન ક્ષેત્રમાં મોટુ સંકટ ઊભુ થઈ શકે છે.

આ કંપનીઓમાં યુનાઈટેડ એરલાઈન્સ, અમેરિકન એરલાઈન્સ, ડેલ્ટા એરલાઈન્સનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા ઉપરાંત અન્ય બે કંપનીઓ યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ ભારત અને અમેરિકા વચ્ચે ઉડાન ભરે છે.

આ વિમાન કંપનીઓએ પત્રમાં જણાવ્યું કે, એરપોર્ટના રનવેના બે-માઇલ વિસ્તારને છોડીને સમગ્ર યુ.એસ.માં ગમે ત્યાં ૫જી ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરો. બીજી તરફ, એર ઈન્ડિયાએ મંગળવારે ટિ્‌વટ કર્યું કે, અમેરિકામાં ૫જી કોમ્યુનિકેશન સર્વિસની જમાવટને કારણે, ૧૯ જાન્યુઆરીથી ભારતથી અમેરિકા સુધીની અમારી સેવા રદ કરવી પડશે અથવા તેમાં ફેરફાર થઈ શકે છે.

આ અંગેની નવીનતમ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. વરિષ્ઠ અમલદાર વિક્રમ દેવ દત્તને એર ઈન્ડિયા લિમિટેડના નવા ચેરમેન સહ મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની સાથે કેન્દ્ર સરકારના ઘણા અધિકારીઓની મંગળવારે બદલી કરવામાં આવી છે.

એજીએમયુટી કેડરના ૧૯૯૩ની બેચના અધિકારી દત્ત હાલમાં દિલ્હી સરકારમાં પર્યટન વિભાગના પ્રધાન સચિવ છે. એર ઈન્ડિયાને ભારત સરકાર ટાટા સન્સને વેચી ચુકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.