૪ બાળકોએ રમતમાં ધતુરાનું ફળ ખાઈ લેતા તબીયત લથડી
વલસાડ, આ પંથકમાંથી વાલીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના જૂજવા ગામમાં ૪ બાળકોએ રમત રમતમાં ધતુરાનું ફળ ખાઈ લેતા બાળકોની તબીયત લથડી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આમ રમત રમતમાં બાળકોએ રોટલા સાથે ધતુરાના બી ખાઈ લેતા બાળકો બેહોશ થઈ ગયા હતા.
અત્યારે તેઓ વલસાડની એક હોસ્પિટલના આઇ.સી.યું માં સારવાર હેઠળ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ બાળકોનું સ્વાસ્થ્ય સારું છે. બનાવની વિગત મુજબ, વલસાડ તાલુકાના જૂજવા ગામના ટેકરા ફરિયામાં કેટલાક બાળકો રમત રમી રહ્યા હતા. રમતા રમતા બાળકોને ૩ ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા.
જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખીને ઘર-ઘરની રમત રમી રહ્યા હતા. જેમા ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા. આમ રોટલા સાથે ધતૂરો ખાઈ જતા બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા. પરિવારના સભ્યો બાળકોને શોધવા ગયા ત્યારે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
જેથી બેહોશ થયેલા ૪ બાળકોને પરિવારજનો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંના તબીબે બાળકોની ગંભીર હાલત જણાતા વધુ સારવાર આપવા માટે ત્યાંથી વલસાની કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાલ બાળકોને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.SSS