Western Times News

Gujarati News

પેરાગ્લાઇડિંગ કરતો યુવક ૨૫ ફૂટ ઊંચેથી નીચે પટકાયો

કચ્છ, માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં ૨૫ ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

૧૩ નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપ્યો છતાં એ પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત સર્જાયો હતા. ભુજના સંજાેગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો.

ત્યારે ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.૨૩)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગાડીચાલકે ૨૫ ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી.

અત્રે ઉલેગનીય છે કે, પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત ૧૩ નવેમ્બર ૨૦૨૧ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સેફટી ના કોઈ સાધન ના હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.