સસ્તામાં ઘરેલુ ચીજવસ્તુઓ ની લાલચ આપી ઠગાઈ કરતી આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ
ભરૂચ : સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવા ની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકી ને ઝડપી પાડી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સાત આરોપીઓ ની અટકાયત કરી ભરૂચ તેમજ આસામ ના ગુનાઓ નો ભેદ ઉકેલ્યો છે.
આગામી દિવાળી તહેવાર પૂર્વે ભીડભાડ વાળી ખરીદ વેચાણ કરાતા બજારો માં વોચ રાખવા જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના ના પગલે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તો ની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમ્યાન ગડખોલ પાટીયા પાસે કેટલાક ઈસમો તુલસી હોમ નીડસ નામની દુકાન માં ટી.વી,ફ્રીઝ,વોશિંગ મશીન,ફર્નિચર વિગેરે ઘર વપરાશ ની ચીજવસ્તુઓ ૪૦ થી ૫૦ ટકા ના ડિસ્કાઉન્ટ થી વેચી રહ્યા હોવાની બાતમી મળી હતી.
જે બાદ આ દુકાન ના માણસો ને ક્રાઈમ બ્રાન્ચ ની ઓફીસ ખાતે ધનિષ્ઠ પૂછપરછ કરતા અંકલેશ્વર ખાતે આશરે ૧૦૦૦ કરતા વધુ ગ્રાહકો પાસે થી રૂપિયા ત્રીસ લાખ થી વધુ નાણાં નું બુકીંગ કર્યું હોવાનું અને તે લઈ જવાની પેરવી માં હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ ની વધુ તપાસ માં આ ભેજાબાજ ગેંગે આસામ ના સોનારી ખાતે પણ રૂપિયા દશેક લાખથી વધુ ની આ રીતે છેતરપિંડી કરી નાસી આવ્યા નું જણાયું હતું.ભરૂચ ના નાયબ જીલ્લા પોલીસ વડા એમ.પી.ભોજાણી એ પોલીસ ની આ સફળતા વર્ણવી પ્રજાજનો ને સવચ્ચેટ રહેવા અનુરોધ કર્યો હતો.
આ કિસ્સા પર થી વધુ એકવાર સાબિત થયું છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.