ગોધરાના : પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ પર અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમ્યાન પાણીની પાઈપલાઈન માં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવવા ના કારણે વિજ પોલમાં કરંટ ઉતરતા એક ગાયનું ધટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોધરા ના અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં ખાનગી કંપની ધ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરો નાંખવાની કામગીરી ચાલી રહી છે જે કામગીરી વેળાએ પાલિકા ની પાણીની પાઈપલાઈન માં ભંગાણ સર્જાતા હજારો ની લીટર પાણીનો વેડફાટ થયો હતો સમગ્ર વિસ્તારમાં પાણી પાણી ના દ્રશ્યો સામે આવ્યા હતા .
ખાનગી કંપની ધ્વારા આડેધડ ખોદકામ કરાતું હોવા ના કારણે છાશવારે આ પ્રકારની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોને પુરતા પ્રમાણમાં પાણી નો પુરવઠો મળતો નથી અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે પાણી ની પાઈપલાઈન લાઈનમાં ભંગાણ સર્જાવવાના કારણે અનેક સોસાયટીમાં પાણી નો પુરવઠો બંધ રહ્યો હતો ગોધરા પાલિકા ના સત્તાધીશો એ કંપનીના સાધનો જપ્ત કરી કામગીરી બંધ કરાવી હતી પાઈપલાઈન માં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવવા ના કારણે વિજપોલ માં કરંટ ઉતરતા એક ગાય નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.*