Western Times News

Gujarati News

પ્રતિકૂળ સંજાેગોમાં પોઝિટિવ રહેવું ખુબ અઘરું છે

સાચી સંતૃપ્તિ

આખા દિવસની થકવી નાખતી દોડધામ અને પારાવાર કંટાળા સાથે માણસ જયારે પોતાના ઘેર પાછો ફરે છે …ત્યારે એને લાગે છે કેમ કઠણાઈ દરેક પગલે એની સાથે કેમ ચાલતી રહે છે . તે આખા દિવસની હાડમારીનો ગુસ્સો દબાવવાની નિષ્ફ્ળ કોશિશ કરે છે .

આવા પ્રતિકૂળ સંજાેગોમાં પોઝિટિવ રહેવું ખુબ અઘરું છે . નારાજગી ક્યાં વ્યક્ત કરવી એ પણ એને સૂઝતું નથી .બોસના આપેલા ટાર્ગેટ અને ફેમિલી મેમ્બર્સની અપેક્ષાઓ વચ્ચે માણસ પીસાયા કરે છે .અધિકારનું પાસું ફરજના પાસાં કરતા હલકું જ રહે છે .

જીવનમાં જે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે છે ત્યારે મન એમ જ કહે છે આવું ના થવું જાેઈએ …તેનો સ્વીકાર કરી જ નહી શકીયે .સમજૂતી સાથે સ્વીકાર કરવો આપણને પણ મંજુર નથી હોતો . જીવનનો પ્રવાહ કાયમ માટે એકસરખો નથી વહેતો ,ઘડીકમાં અનુકૂળ તો ઘડીકમાં પ્રતિકૂળ .

જીવન એટલે જ વિવિધતા અને વિભિન્નતા . વિશ્વભરના ધર્મગ્રંથો , તત્વવેત્તાઓ અને મનો ચિકિત્સકો પાસેથી એક જ સંદેશો મળે છે. કે જયારે આપણે આપણી આસપાસ બનતી દરેક ઘટના ઉપર જ્યાં જરૂરી ના પણ હોય ત્યાં રિએક્ટ કરતાં રહીશું ત્યાં સુધી પ્રોબ્લેમ ઉભા થતા રહેશે .જીવનમાં ક્યારેય પરિસ્થિતિ સાનુકૂળ નથી હોતી. આપણે મહેનત થી એને અનુકૂળ બનાવવી પડે છે .

આપણને ફૂલોનો સ્વીકાર હોય છે , પણ કાંટાનો નહીં .ફરિયાદોનું સ્વરૂપ તો બદલાયા જ કરતું હોય છે .જીવન જે સ્વરૂપમાં મળ્યું હોય , તેનો સ્વીકાર કરવો એજ જીવનકલા શીખવી જરૂરી છે .અન્યના જીવનની અને તેણે મેળવેલી સફળતાઓની તુલના પોતાના જીવન સાથે કરીને મગજને ખોટા રસ્તે ધકેલી ના દેવું .

નાની નાની ખુશીઓ શોધીને જીવનની સફરને આસાન બનાવવી .જેની ઝંખના નહોતી કરી … તે મળ્યું તેનો અનાદર નહીં પણ અપૂર્વ સંતોષ માનીયે એનું નામ સાચી સંતૃપ્તિ .આવો આપણે દુઃખદ પળો ની કરીયે વિસ્મૃતિ ….ત્યારે જ મળશે આપણને સાચી તૃપ્તિ ….!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.