Western Times News

Gujarati News

મહિલાઓ કરિયર સાથે જોડાયેલ જાણકારી સર્ચ કરે છે

નવી દિલ્હી, હાલમાં ગૂગલે પોતાના સર્ચ રિઝલ્ટનો એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં મહિલાઓના ઇન્ટરનેટ યૂઝ કરવા સાથે જાેડાયેલી રસપ્રદ વાતો સામે આવી છે. નવા રિપોર્ટ પ્રમાણે દેશમાં ૧૫ કરોડ ઇન્ટરનેટ ઉપયોગકર્ચાઓમાંથી ભારતમાં લગભગ ૬ કરોડ મહિલાઓ હવે ઓનલાઇન છે અને દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાં ૭૫% મહિલાઓ ૧૫-૩૪ વર્ષ ઉંમર વર્ગની છે. આ સિવાય યુવતીઓ ગૂગલ પર શું સર્ચ કરે છે, તે પણ રસપ્રદ છે.

રિપોર્ટ અનુસાર છોકરીઓ નાનપણથી જ મહત્વકાંક્ષી હોય છે, તેઓ પોતાના કરિયરને સૌથી વધુ મહત્વ આપે છે. આવી છોકરીઓ ઇન્ટરનેટ પર આને લગતી માહિતી શોધે છે. જેમ કે તેઓએ કઈ દિશામાં કારકિર્દી બનાવવાની છે અથવા કયો કોર્સ કરવાનો છે. આ સિવાય યુવતીઓ ઓનલાઇન શોપિંગ સાઇટ્‌સ પર જઈને કપડાની ડિઝાઇન, નવા કલેક્શન, ઓફર્સ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. આ વાત પહેલા પણ ઘણા રિસર્ચમાં સામે આવી ચુકી છે.

યુવતીઓને સુંદર અને સૌથી અલગ દેખાવાનું સારૂ લાગે છે. તે માટે ઈન્ટરનેટનો સહારો લેવામાં આવે છે. યુવતીઓ સૌથી વધુ ફેશન, ટ્રેન્ડ્‌સ, બ્યૂટી ટ્રીટમેન્ટ અને ઘરેલૂ નુસ્ખા વિશે સર્ચ કરવાનું પસંદ કરે છે. યુવતીઓને મહેંદી લગાવવી પણ પસંદ છે.

આ વાત રિસર્ચમાં સામે આવી છે કે યુવતીઓ ગૂગલ પર મહેંદીન લેટેસ્ટ ડિઝાઇન સર્ચ કરે છે. સામાન્ય રીતે બધાને મ્યૂઝિક સાંભળવાનું પસંદ છે. પરંતુ યુવતીઓ દ્વારા સૌથી વધુ સર્ચ કરનારી વસ્તુમાં મ્યૂઝિક પણ સામેલ છે. યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક ગીત ખુબ સર્ચ કરે છે અને સાંભળે પણ છે. આ સાથે યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક શાયરી પણ સર્ચ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.