ચાની સાથે બેસનની વસ્તુ ખાવાથી પોષક તત્વોની કમી થાય છે

નવી દિલ્હી, મોટાભાગના લોકો સવારે ઉઠીને ચાની ચુસ્કી લેતા હોય છે અને સાથે કોઈ વસ્તુ પણ ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલીક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવશું જેનું સેવન ચા સાથે ન કરવું જાેઈએ.
આપણે જાેઈએ છીએ કે સૌથી વધુ ચાની સાથે લોકો ચણાના લોટથી બનેલી વસ્તુ ખાતા હોય છે. જેમ કે નમકીન, પકોડા કે કોઈ અન્ય વસ્તુ આ સારી આદત નથી. હેલ્થ નિષ્ણાંતનું માનવું છે કે ચાની સાથે બેસનની વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી થાય છે અને પાચન સંબંધિ સમસ્યા શરૂ થાય છે. હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે ચાની સાથે કાચી વસ્તુ લેવી યોગ્ય નથી. ચાની સાથે તેને લેવાથી સ્વાસ્થ્ય અને પેટને નુકસાન પહોંચી શકે છે.
ચાની સાથે સલાડ, ફણગાવેલા કઠોળ, અનાજ કે કાચા ફળ ન લેવા જાેઈએ. ચાની સાથે કે ચા પીધાના તત્કાલ બાદ એવી વસ્તુનું સેવન ન કરવું જાેઈએ જેમાં હળદરની માત્રા વધારે હોય. ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વ આપસમાં ક્રિયા કરી પેટમાં રાસાયણિક ક્રિયા કરી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
આ પેટ માટે નુકસાનકારક તત્વોનું નિર્માણ કરી શકે છે. ઈંડાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું જાેઈએ. ચાની સાથે ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. ઘણા લોકો ચામાં લીંબુ નિચવીને લેમન ટી બનાવીને પીવે છે, પરંતુ તે ચા એસિડિટી અને પાચન સંબંધી અને ગેસની સમસ્યા ઉભી કરી શકે છે. તેથી ડોક્ટર સલાહ આપે છે તમે લેમન ટી પીવો કે પછી ચાની સાથે લીંબુની માત્રા વાળી વસ્તુનું સેવન ન કરો.SSS