Western Times News

Gujarati News

ભારતપે ના ‘બાય પે નાઉ પે લેટર’ નાં 90 દિવસમાં 1.8 મિલિયન ડાઉનલોડ્સ થયા

“ભારત પે” ની લોન્ચ કરવામાં આવેલી ‘Buy Now Pay Later’ પ્રોડક્ટ ‘પોસ્ટપે’ને અભૂતવુર્વ સફળતા

BNPL માર્કેટમાં ‘પોસ્ટપે’ નું પ્રભુત્વઃ લોંચના ત્રણ મહિનામાં જ વાર્ષિક ધોરણે રૂ. 2,400 કરોડની TPV

નવી દિલ્હી, ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલી ફિનટેક કંપનીઓમાંની એક ભારતપેએ આજે ​​જાહેરાત કરી છે કે તેની તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી ‘Buy Now Pay Later’ (બીએનપીએલ)પ્રોડક્ટ ‘પોસ્ટપે’ને અભૂતવુર્વ સફળતા મળી છે.

બીએનપીએલ ઉદ્યોગમાં પોસ્ટપે અત્યંત ઝડપથી વૃદ્ધિ કરી રહેલી કંપનીઓમાં સ્થાન પામી છે, જેણે લોંચના માત્ર ત્રણ મહિનામાં વાર્ષિક ધોરણે રૂ. 2400 કરોડની TPV હાંસલ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, અત્યંત સ્પર્ધાત્મક એવા બીએનપીએલ ક્ષેત્રમાં તે હવે અગ્રણી કંપની બની ગઈ છે,

જેણે લોંચના ત્રણ મહિનામાં જ ત્રણ લાખ ગ્રાહકોને ડિસ્બર્સમેન્ટ કરાવી આપ્યું છે. કંપનીએ તેના ધિરાણ ભાગીદારોની સાથે મળીને રૂ. 1,000 કરોડનું ધિરાણ આપ્યું હતું. ભારતપેએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષનાં અંતિમ ત્રિમાસિક સમયગાળામાં પોસ્ટપે બમણી વૃધ્ધિ કરે તેવી સંભાવના છે. કંપની 2021-22નાં અંતિમ ક્વાર્ટરમાં રૂ. 4500 કરોડની વાર્ષિક ટીપીવીનો લક્ષ્ય ધરાવે છે.

ભારતપેએ દુબઇમાં આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ઓક્ટોબર 2021માં પોસ્ટપે લોંચ કર્યું હતું, જેમાં પોસ્ટપે ગ્લોબ સ્પોન્સર હતી. છેલ્લાં 90 દિવસમાં એપને અભૂતપુર્વ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધી તેનાં 18 લાખ ડાઉનલોડ્સ અને 15 લાખ રજીસ્ટર્ડ યુઝર્સ થયા છે.

કંપની તેના ગ્રાહકોને રૂ. 10 લાખ સુધીની વ્યાજમુક્ત ધિરાણ મર્યાદા ઓફર કરી રહી છે. સાર્વત્રિક એટલે કે QR, કાર્ડ અને ઓનલાઇનમાં ઉપયોગ ઓફર કરનાર તે પ્રથમ બીએનપીએલ પ્રોડક્ટ છે. ગ્રાહકો ભારતપેના મર્ચન્ટ આઉટલેટ્સ ખાતે QR સ્કેન કરીને અથવા POS અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ માટે વિઝા કાર્ડ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

ગ્રાહકો તેમની બેન્કમાં નાણા સ્વીકારી શકે છે અથવા  ‘સેન્ડ મની’ ફીચર દ્વારા અન્યોને નાણા મોકલાવી પણ શકે છે. આ ઉપરાંત, ગ્રાહકો સ્વિગી, બુકમાયશો, ફાર્મઇઝી, ટાટા ક્લિક અને ઇઝી ડિનર સહિતના વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સંખ્યાબંધ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

આ સિદ્ધિ અંગે બોલતા ભારતપેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુહૈલ સમીરે જણાવ્યું હતું કે, “પોસ્ટપે પાછળનો વિચાર ગ્રાહક દ્વારા દૈનિક ધોરણે કરવામાં આવતી ખરીદી પર ઇએમઆઇ અને ધિરાણ પૂરું પાડવાનો હતો. તેમાં ખરીદ કિંમતનો કોઈ માપદંડ નહોતો.

પરંપરાગત રીતે ખૂબ ઓછા સંગઠિત રિટેલ આઉટલેટમાં બીએનપીએલ ઉપલબ્ધ હતું, જ્યારે અમે અમારા 80 લાખથી વધુ મર્ચન્ટ આઉટલેટ્સ ખાતે પોસ્ટપે ઓફર કરવાનું શરૂ કર્યું. છેલ્લાં ત્રણ મહિનાથી અમે ત્રણ લાખથી વધુ ગ્રાહકોને ધિરાણ પૂરૂં પાડ્યું છે અને માર્ચ સુધીમાં આઠ લાખ ગ્રાહકો સુધી પહોંચવાની આશા રાખીએ છીએ.

પ્રારંભમાં અમારા ધિરાણ ભાગીદારો માટે અમે 12 મહિનામાં પોસ્ટપે પર રૂ. 2000 કરોડની લોન બુકનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો. જો કે, અમે આ સીમાચિહ્ન ક્યારનું પાર કરી દીધું છે અને હવે 2022ના અંત સુધીમાં રૂ. 24,000 કરોડની વાર્ષિક ટીપીવીનો લક્ષ્યનો પીછો કરી રહ્યા છીએ.”

ભારતપેના હેડ (કન્ઝ્યુમર લેન્ડિંગ) નેહુલ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “પોસ્ટપે બીએનપીએલ ક્ષેત્રમાં સૌથી નવી છે પણ ભારે સફળ કંપનોઓમાંની એક છે. માત્ર એક ક્વાર્ટરમાં અમે અવ્યવસ્થિત બીએનપીએલ કેટેગરીમાં સરળ છતાં મજબૂત પ્રોડક્ટ દ્વારા અગ્રણી કંપની તરીકે ઊભર્યા છીએ.

અમારું મિડિયા કેમ્પેઇન ‘દે દેના આરામ સે’ બીએનપીએલ માટે સૂત્ર બની ગયું છે અને ઘરઘરમાં જાણીતું નામ બની ગયું છે. આઇફોન અને ગોલ ગપ્પા ઓન ઇએમઆઇ અમારો સિધ્ધાંત છે. ભારતપે QRs પર નાણા મોકલવા અને ચૂકવવાની સુવિધાથી અમને ખૂબ લાભ થયો છે.”

પોસ્ટપે સાચા અર્થમાં ડિજિટલ પ્રોડક્ટ છે, જે ગ્રાહકોને ઓફલાઇન અને ઓનલાઇન મર્ચન્ટ પાસેથી ખરીદી કરવા અને ઇએમઆઇ દ્વારા પરત ચૂકવણી (રિપેમેન્ટ) કરવા સક્ષમ બનાવે છે.

ગ્રાહકો પોસ્ટપે એપ ખોલીને મર્ચન્ટ આઉટલેટ ખાતે ક્યુઆર કોડ સ્કેન કરીને પોસ્ટપે ક્રેડિટ દ્વારા ચૂકવણી કરી શકે છે. માત્ર 60 સેકન્ડ્સની અંદર સાઇન અપ અને લિમિટ એસાઇનમેન્ટ પૂરું થઈ જાય છે. ગયા વર્ષે દુબઇમાં યોજાયેલા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં પોસ્ટપે ગ્લોબલ સ્પોન્સર હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતપેએ 12% ક્લબના લોંચ સાથે કન્ઝ્યુમર ફિનટેકમાં પ્રવેશની જાહેરાત કરી હતી. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. 12% ક્લબને કારણે ગ્રાહકો પાસે હવે રોકાણ દ્વારા 12% વાર્ષિક વ્યાજ કમાવવાની તક છે અથવા તે 12%નાં સ્પર્ધાત્મક દરે ઋણ પણ લઈ શકે છે. ભારતપેએ તેનાં ગ્રાહકોને આ રોકાણ-કમ-ધિરાણ પ્રોડક્ટ ઓફર કરવા માટે આરબીઆઇ દ્વારા માન્ય P2P NBFC સાથે ભાગીદારી કરી છે.

આશનીર ગ્રોવર અને શાશ્વત નાકરાણીએ ભારતીય મર્ચન્ટ્સ માટે નાણાંકીય સર્વસમાવેશિતાને વાસ્તવિક બનાવવાના હેતુથી 2018માં ભારતપેની સ્થાપના કરી હતી. 2018માં ભારતપેએ ભારતનો પ્રથમ ઇન્ટરઓપરેબલ QR કોડ, પ્રથમ એમડીઆર પેમેન્ટ એક્સેપ્ટન્સ સર્વિસ લોંચ કરી હતી.

ભારતપેએ 2020માં કોવિડ બાદ ભારતનાં એક માત્ર ઝીરો એમડીઆર કાર્ડ એક્સેપન્ટ્સ ટર્મિનલ્સ-ભારત સ્વાઇપ પણ લોંચ કર્યા હતા. હાલમાં, 150 શહેરોમાં 80 લાખથી વધુ મર્ચન્ટ્સને સેવા પૂરી પાડતી કંપની યુપીઆઇ ઓફલાઇન ટ્રાન્ઝેક્શન્સમાં અગ્રણી છે. કંપની પ્રતિ માસ 11 કરોડથી વધુ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સ (17 અબજ અમેરિકન ડોલરથી વધુ એન્યુઅલાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ્ડ વેલ્યુ)નું પ્રોસેસિંગ કરે છે.

કંપનીએ લોંચથી અત્યાર સુધી ત્રણ લાખથી વધુ મર્ચન્ટ્સને રૂ. 3,000 કરોડથી વધુ લોનનું વિતરણ કર્યું છે. ભારતપેનો POS બિઝનેસ પ્રતિ માસ રૂ. 1,400 કરોડથી વધુ પેમેન્ટનું પ્રોસેસિંગ કરે છે. ભારતપેએ અત્યાર સુધી ઇક્વિટી અને ડેટ દ્વારા 65 કરોડ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે.

કંપનીના રોકાણકારોમાં ટાઇગલ ગ્લોબ, ડ્રેગોનિયર ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ, સ્ટીડફાસ્ટ કેપિટલ, કોટ્યુ મેનેજમેન્ટ, રિબિટ કેપિટલ, ઇનસાઇટ પાર્ટનર્સ, સ્ટીડવ્યુ કેપિટલ, બેનેક્સ્ટ, એમ્પોલો અને સિક્વોઇયા કેપિટલનો સમાવેશ થાય છે. જૂન 2021માં કંપનીએ 10 કરોડથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા મલ્ટીબ્રાન્ડ લોયલ્ટી પ્રોગ્રામ પેબેક ઇન્ડિયાનાં એક્વિઝિશનની જાહેરાત કરી હતી.

જૂન, 2021માં કંપનીને સેન્ટ્રલ ગ્રૂપની સુસ્થાપિત અને નફાકારક એનબીએફસી સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (સેન્ટ્રમ) સાથે ભાગીદારીમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક સ્થાપવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ઓગસ્ટ 2021માં ભારતપેએ 12%  ક્લબ નામની અનોખા પ્રકારની ગ્રાહક રોકાણ અને ધિરાણ પ્રોડક્ટને લોંચ કરીને કન્ઝ્યુમર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ઓક્ટોબર 2021માં સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (સેન્ટ્રમ) અને ભારતપેનાં કોન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB) નું લાઇસન્સ જારી કર્યું હતું. ભારતપેએ ઓક્ટોબરમાં પોસ્ટપે લોંચ કરીને બાય નાઉ પે લેટર સેગમેન્ટમાં પણ ભવ્ય પ્રવેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.