સિદ્ધાંત ચતુર્વેદીએ Harley Davidson બાઈક ખરીદી
મુંબઈ, રણવીર સિંહ સાથે ફિલ્મ ગલી બોયથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સિદ્ધાંત ચતુર્વેદી ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે સાથે પોતાની અપકમિંગ ફિલ્મ ગહરાઈયાંની રીલિઝની રાહ જાેઈ રહ્યો છે. સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના માટે એક શાનદાર અને લક્ઝુરિયસ બાઈક હાર્લે ડેવિડસન ખરીદી છે.
સિદ્ધાંતે સોશિયલ મીડિયા પર આ શાનદાર બાઈકની તસવીર ફેન્સ સાથે શેર કરી છે. સિદ્ધાંત ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ નવી બાઈક સાથે પોતાની તસવીર શેર કરી છે. તેણે આ તસવીરની સાથે લખ્યું છે કે, હાર્લે ખરીદી છે. તેણે નવી બાઈક સાથે ૩ તસવીરો શેર કરી છે.
એક તસવીરની નીચે તેણે કેપ્શનમાં લખ્યું કે, કિક મારીને કેટલી ચપ્પલ તોડી છે, આજે બૂટ છે અને બટન આંગળીની નીચે છે. આટલુ જ નહીં, સિદ્ધાંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો પણ શેર કર્યો છે. સિદ્ધાંતે બાઈકની સાથે ઘણાં સારા પોઝ આપ્યા છે. સિદ્ધાંતની સ્ટાઈલને લોકો પસંદ કરી રહ્યા છે અને નવી બાઈક માટે શૂભકામના પણ પાઠવી રહ્યા છે.
નોંધનીય છે કે સિદ્ધાંત લક્ઝુરિયસ V-Rod Harley Davidsonનું કસ્ટમાઈઝ મોડલ મેળવનાર પ્રથમ ઈન્ડિયન એક્ટર છે. ફેન્સે આ પોસ્ટ પર કમેન્ટનો વરસાદ કર્યો છે. સુનીલ શેટ્ટીએ પણ સિદ્ધાંતની આ પોસ્ટ લાઈક કરી છે.
નોંધનીય છે કે આ બાઈકની ભારતમાં એક્સ શો-રુમ કિંમત ૨૧ લાખ ૯૨ હજાર રુપિયા છે. ટૂંક સમયમાં સિદ્ધાંત ચતુર્વેદી શકુન બત્રાની ફિલ્મમાં જાેવા મળશે. આ પહેલા તે બન્ટી ઔર બબલીની સિક્વલ ફિલ્મમાં રાણી મુખર્જી, સૈફ અલી ખાન, શરવરી વાઘ સાથે જાેવા મળ્યો હતો.SSS