મોર્ડન લવની હિન્દી રિમેકમાં પ્રતિક ગાંધી, ફાતિમા સના શેખને કાસ્ટ કરાયા
મુંબઈ, જાે તમે ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર રોમ-કોમ વેબ સીરિઝ મોડર્ન લવ જાેઈ છે તો તમારા માટે એક સારા સમાચાર છે.
ટૂંક જ સમયમાં આ વેબ સીરિઝની હિન્દી રીમેક બનવા જઈ રહી છે. જૉન કોર્નીની વેબ સીરિઝ મોડર્ન લવની હિન્દી રિમેકમાં ફાતિમા સના શેખ, વામિકા ગબ્બી અને પ્રતિક ગાંધીને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ અમેરિકન રોમ-કોમ એન્થોલોજી ટીવી શો માટે દેશના અનેક દિગ્ગજ ડિરેક્ટર ભેગા મળીને કામ કરશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, હંસલ મહેતા, વિશાલ ભારદ્વાજ, અંજલી મેનન, અલંકૃતા શ્રીવાસ્તવ, ધ્રુવ સહગલ અને શોનાલી બોઝ સહિત અનેક મોટા ડિરેક્ટર કામ કરી રહ્યા છે.
અત્યાર સુધી આ ત્રણ કલાકારોને સાઈન કરવામાં આવ્યા છે. વામિકા ગબ્બીની વાત કરીએ તો ડિઝની પ્લસ હોટસ્ટારની સીરિઝ ગ્રહણને કારણે તે ચર્ચામાં આવી હતી. પ્રતીક ગાંધી ગુજરાતી ફિલ્મો પછી સ્કેમ ૧૯૯૨ સીરિઝને કારણે લોકપ્રિય બન્યો હતો.
સ્કેમ પછી તેને ઘણી સારી ઓળખ મળી છે. હવે પ્રતિક ગાંધી ફેબ્રુઆરી મહિનામાં ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર સીરિઝમાં જાેવા મળશે. આ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવાની છે. ફાતિમા સના શેખની વાત કરીએ તો દંગલ ફિલ્મથી લોકપ્રિયતા મેળવ્યા પછી તે બીજી પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
મોડર્ન લવ સીરિઝની વાત કરીએ તો અમેરિકાના ન્યુઝપેપરમાં આવતી કોલમની વાર્તાઓ આધારિત એક વેબ સીરિઝ તૈયાર કરવામાં આવી છે. મોડર્ન લવના અત્યાર સુધી બે ભાગ રીલિઝ થઈ ચૂક્યા છે. અહીં નાની-નાની લવ સ્ટોરીને એક એક એપિસોડમાં દર્શાવવામાં આવે છે.
દર્શકોએ બન્ને ભાગને ખૂબ પસંદ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ સીરિઝની હિન્દી રિમેકમાં તમામ પાત્રોની પોતાની અલગ સ્ટોરી હશે. હવે આ સીરિઝમાં પ્રતિક, ફાતિમા અને વામિકા સિવાય બીજા કયા કલાકારોને લેવામાં આવશે, વાર્તા કોણ લખશે, તે તમામ વિગતો સમયની સાથે બહાર આવશે.SSS