Western Times News

Gujarati News

અમારા સમાજનો OBCમાં સમાવેશ કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, ચુડા, પાટડી સહિત તાલુકામાં કંસારા સમાજના આગેવાનોએ લેખિત આવેદન પાઠવી રાજયમાં રપ થી ૩૦ હજાર લોકોની વસ્તી ધરાવતા કંસારા સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી જાે તેમ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ કંસારા સમાજના આગેવાનોએ અનામતના મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને વઢવાણ મામલતદારને કંસારા સમિતિના આગેવાનો જેમાં સુભાષભાઈ કંસારા, સમાજના પ્રમુખ તેમજ રાજેશભાઈ દંગી કંસારા સમાજના મંત્રી અને શાંતિલાલ દેવચંદભાઈ કંસારા સમાજના કન્વીનર સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ કંસારા સમાજની વસ્તીના પ૦ ટકા લોકો હાથ બનાવટના વાસણનું કામ કરતા લોકો છે. જે વઢવાણ, સિહોર, નડિયાદ, રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રામાં વસે છે. હાલ ત્રાંબા, પિતળ, કાંસાના વાસણોને બદલે સ્ટેઈનલેશ સ્ટીલનો વધુ ઉપયોગ થતા કારીગરનો વર્ગ પડી ભાંગ્યા છે.
કંસારા સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવા માંગ સાથે ચુડા કંસારા સમાજના રિકેશકુમાર દગી, તરૂણકુમાર દંગી, વિપુલકુમાર દંગી, મહેશભાઈ દંગી સહિતે મામલતદારને આવેદન આપ્યુ હતું. સ્ટીલના વાસણોના વધુ ઉપયોગને કારણે કંસારા સમાજના કારીગરોનો વર્ગ ભાંગી પડયો છે. કંસારા સમાજની પડતર માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટડી કંસારા સમાજના દ્વારા પાટડી મામલતદારને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાટડી કંસારા સમાજના શ્યામલાલ કંસારા, ગીરીશભાઈ કંસારા, પ્રિતેષભાઈ કંસારા અને કૃણાલભાઈ સહિતના જ્ઞાતિજનો ખાસ હાજર રહ્યા હતા. આ આવેદનપત્રમાં છેલ્લા રપ વર્ષથી ગુજરાત સમાજ કલ્યાણ આયોગમાં કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.