ગુજરાતની જાણીતી કંપની અદાણી વિલ્મારનો 3600 કરોડનો IPO 27 જાન્યુ. એ ખુલશે
નવી દિલ્હી: અદાણી વિલ્મર 27 જાન્યુઆરી, ગુરુવારે તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરશે. અમદાવાદ સ્થિત કંપની રૂ. 218-230ની પ્રાઇસ બેન્ડમાં તેના શેરનું વેચાણ કરશે. ઈશ્યુ 27 જાન્યુઆરી, 2022ના રોજ ખુલશે અને 31 જાન્યુઆરીના રોજ બંધ થશે. Adani Wilmar IPO to Opens on 27th Jan 2022 at price band of Rs. 218 to 230 Issue size 3600 cr
અદાણી વિલ્મર એ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્મર ગ્રુપ વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ છે. તે ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ રસોઈ તેલ અને અન્ય કેટલીક પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
IPOમાં રૂ. 3,600 કરોડ સુધીની રકમ માટે ફેસ વેલ્યુ રૂ 1ના નવા ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ સામેલ છે, એમ ફાઇલિંગમાં જણાવાયું છે. કંપનીએ તેના ઇશ્યુનું કદ અગાઉ રૂ. 4,500 કરોડથી ઘટાડીને રૂ. 3,600 કરોડ કર્યું છે. તેણે તેના પાત્ર કર્મચારીઓ માટે કુલ રૂ. 107 કરોડ સુધીના ઇક્વિટી શેર અનામત રાખ્યા છે, જેમને બિડિંગ પ્રક્રિયા દરમિયાન શેર દીઠ રૂ. 21નું ડિસ્કાઉન્ટ મળશે.
Fast-moving consumer goods, or FMCG company Adani Wilmar is all set to launch its first public issue on January 27 2022. The company, led by Indian business tycoon Gautam Adani and Singapore-based firm Wilmar, plans to raise Rs 3,600 crore through its first initial public offerin.